અમદાવાદ: ભાજપના કાર્યકર પર હુમલા પાછળ આપ જવાબદાર: પ્રદીપસિંહ વાઘેલા

અમદાવાદના ગોમતીપુર વોર્ડના ભાજપના યુવા મોરચાના પવન તોમર પર 2 દિવસ પહેલા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો

New Update
અમદાવાદ: ભાજપના કાર્યકર પર હુમલા પાછળ આપ જવાબદાર: પ્રદીપસિંહ વાઘેલા

અમદાવાદના ગોમતીપુર વોર્ડના ભાજપના કાર્યકર પર હુમલામાં મામલામાં પ્રદેશ ભાજપના નેતાઓ આજરોજ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્ત કાર્યકરના ખબર અંતર પૂછ્યા હતા.

અમદાવાદના ગોમતીપુર વોર્ડના ભાજપના યુવા મોરચાના પવન તોમર પર 2 દિવસ પહેલા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો તેમની શારદાબેન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે ત્યારે હવે આ હુમલા અંગે રાજનીતિ શરૂ થઈ છે અને આજે પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ મુલાકાત લીધી હતી અને આ હુમલા પાછળ આમ આદમી પાર્ટી જવાબદાર હોવાનો આરોપ લગાવ્યો હતો.પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટ અને હાર્દિક પટેલ હોસ્પિટલ પહોંચ્યા હતા તેઓએ જણાવ્યુ હતું કે કોઇની પર હુમલો કરવો એ ભાજપના સંસ્કાર નથી.આમ આદમી પાર્ટી ગુજરાતને બંગાળ બનાવવા ઇરછે છે પણ ગુજરાતના યુવાનો એવું નહીં થવા દે. આપ પાર્ટી દેશના યુવાનોને ગુમરાહ કરી રહી છે

Latest Stories