અમદાવાદ: ધરોઈ ડેમ અને લાકરોડા બેરેજમાંથી વિપુલ માત્રામાં છોડાયુ પાણી,સાબરમતી નદી બે કાંઠે

ધરોઈ ડેમ અને લાકરોડા બેરેજમાંથી વિપુલ માત્રામાં પાણી છોડવામાં આવતા અમદાવાદમાં સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે

New Update
અમદાવાદ: ધરોઈ ડેમ અને લાકરોડા બેરેજમાંથી વિપુલ માત્રામાં છોડાયુ પાણી,સાબરમતી નદી બે કાંઠે

ધરોઈ ડેમ અને લાકરોડા બેરેજમાંથી વિપુલ માત્રામાં પાણી છોડવામાં આવતા અમદાવાદમાં સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે

રાજ્યમાં ભારે વરસાદથી અનેક ડેમો છલકાય ઉઠયા છે અને પાણીની આવક વધી રહી છે ત્યારે ધરોઈ ડેમ અને લાકરોડા બેરેજ માંથી પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે થઈ છે. ગાંધીનગરના સંત સરોવર પાસે આજે સવારે પાંચ વાગે ૫,૫૪૮ ક્યુસેક્સ પાણીની આવક થઈ રહી છે. પરંતુ લાકરોડા બેરેજમાંથી ૬૬,૨૧૫ ક્યુસેક્સ પાણી છોડાતાં સંત સરોવર પાસે સવારે 7.30 પછી આ મોટી માત્રામાં પાણીની આવક વધતાં અમદાવાદ સાબરમતી બે કાંઠે થઈ છે.આજે સવારે 5.00 વાગ્યે ધરોઈ ડેમમાંથી ૩૯,૦૫૬ ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે. એટલે ધરોઈના ઉપરવાસના પાણીની આવક ઓછી થઈ છે. પરંતુ ગાંધીનગરમાં પાણીનો ફ્લો વધવાની સંભાવના ને પગલે ગાંધીનગર મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરફથી 10 ગામના લોકોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. સલામતી અને સાવચેતીના પગલાં માટે અમદાવાદના વહીવટી તંત્રને પણ તાકીદ કરવામાં આવી છે.વાસણા બેરેજના પણ ૩ દરવાજા ખોલવામાં આવ્યા છે તો સાથે સ્થાનિક તંત્ર દ્વારા તકેદારીના ભાગ રૂપે ગઇકાલ રાત્રીથી આજે સાંજ સુધી સાબરમતી રિવરફ્રન્ટ વોક વે બંધ કરી દેવામાં આવ્યો છે

Latest Stories