અમદાવાદ : એસટી બસની નીચે આવી જતાં એકટીવાનો કચ્ચરઘાણ, જુઓ એકટીવાચાલકનું શું થયું

આખું એકટીવા બસની નીચે ફસાઇ જતાં સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ એકટીવાના ચાલકને બહાર કાઢી તેને સારવાર માટે મોકલ્યો હતો

New Update
અમદાવાદ : એસટી બસની નીચે આવી જતાં એકટીવાનો કચ્ચરઘાણ, જુઓ એકટીવાચાલકનું શું થયું

અમદાવાદના મણીનગર વિસ્તારમાં આવેલાં જવાહરનગર પાસે એસટી બસ અને એકટીવા વચ્ચે અકસ્માત થયો હતો. આખું એકટીવા બસની નીચે ફસાઇ જતાં સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ એકટીવાના ચાલકને બહાર કાઢી તેને સારવાર માટે મોકલ્યો હતો.અમદાવાદ શહેરમાં અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે.

ત્યારે આજે શહેરના મણીનગર વિસ્તારમાં જવાહર ચોક ચાર રસ્તા પાસે અકસ્માતનો વધુ એક બનાવ બન્યો છે. અમદાવાદથી નડિયાદ જતી એસટી બસ નીચે એક્ટિવા ચાલક કચડાયો છે. એક્ટિવા મોપેડ બસની નીચે આવી જતાં લોકોએ ભેગા થઈને એક્ટિવા ચાલકને બસની નીચેથી ગંભીર હાલતમાં બહાર કાઢ્યો હતો. બાદમાં 108 બોલાવી તાત્કાલિક એલ જી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો

અકસ્માતને પગલે જવાહર ચાર રસ્તા પાસે ટ્રાફિક જામ થતા ઈસનપુર અને મણિનગરનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને જામ થયેલા ટ્રાફિકને ખુલ્લો કર્યો હતો. બસની નીચે ઘૂસેલા એક્ટિવાને બહાર કાઢી અને એસટી બસને ટ્રાફિક પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી. બસમાં બેઠેલા તમામ મુસાફરો ડરને લીધે નીચે ઉતરીને ચાલવા માંડ્યા હતાં. જવાહર ચોક ચાર રસ્તા પરના સીસીટીવીમાં આ ઘટના કેદ થઈ હોવાની વાતને લઈને ટ્રાફિક વિભાગે તપાસ શરૂ કરી છે અને બસ અને ડ્રાઈવરને પોલીસ સ્ટેશન લઇ જવાયાં છે.

Latest Stories