અમદાવાદ : વેકસીનના 100 કરોડ ડોઝની ઉજવણી, મોદીના મુખોટા પહેરી આવ્યાં કાર્યકરો

અમદાવાદના શ્યામલ ચાર રસ્તા ખાતે કરાયેલી ઉજવણીમાં મોદીનો મુખોટો પહેરી આવેલાં કાર્યકરોએ આર્કષણ જમાવ્યું હતું...

New Update
અમદાવાદ : વેકસીનના 100 કરોડ ડોઝની ઉજવણી, મોદીના મુખોટા પહેરી આવ્યાં કાર્યકરો

દેશમાં કોરોના વેકસીનના 100 કરોડ ડોઝ આપી દેવામાં આવતાં ભાજપે ઠેર ઠેર ઉજવણી શરૂ કરી છે. અમદાવાદના શ્યામલ ચાર રસ્તા ખાતે કરાયેલી ઉજવણીમાં મોદીનો મુખોટો પહેરી આવેલાં કાર્યકરોએ આર્કષણ જમાવ્યું હતું...

100 કરોડ ભારતીયો કોરોના વેકસીનનો પહેલો અથવા બંને ડોઝ લઇ ચુકયાં છે. 100 કરોડ ડોઝ આપવાની સિધ્ધિની ભાજપ તરફથી ઉજવણી કરાય રહી છે. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં શ્યામલ ચારરસ્તા પાસે ગુજરાત પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય અને આણંદ જિલ્લા ભાજપના સંગઠન પ્રભારી અમિત ઠાકરના નેતૃત્વમાં નવતર અભિગમ સાથે વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી હતી. ભાજપના 100 કાર્યકર મોદી માસ્ક પહેરીને કાર્યક્રમમાં આવ્યાં હતાં