Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : પત્ની પાસે અન્ય મોબાઈલ ફોન મળી આવતા પતિએ પત્નીના મિત્ર વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિને તેની જ પત્ની પાસેથી એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો.

અમદાવાદ : પત્ની પાસે અન્ય મોબાઈલ ફોન મળી આવતા પતિએ પત્નીના મિત્ર વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
X

અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિને તેની જ પત્ની પાસેથી એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જે ફોન બાબતે પૂછતા જ પત્નીએ તેના એક મિત્રનું નામ આપ્યું હતું. પતિએ તે મિત્રનો ફોન આવતા જ મારી પત્નીને કેમ ફોન કરે છે, તેમ કહી ખખડાવી નાખ્યો હતો. બાદમાં બંને એકબીજાને મળવા બોલાવ્યા પણ પત્નીનો મિત્ર આવ્યો જ નહોતો. જેથી સમગ્ર મામલે યુવતીના પતિએ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતો 35 વર્ષીય યુવક એસટી બસમાં ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. થોડા દિવસ પહેલા તે તેના ઘરે હતો, ત્યારે તેની પત્ની પાસેથી ઘરના ફોન સિવાય વધુ એક ફોન મળી આવ્યો હતો. જેથી પતિએ પત્નીને ફોન કોનો છે તેવું પૂછતા તેણે તેના મિત્રનું નામ આપી તેણે આપ્યો હોવાનું કહ્યું હતું. જેથી પતિએ આ ફોન લઇ લીધો હતો. ત્યાં સાંજે પત્નીના મિત્રનો ફોન આવતા પતિએ આ યુવકને તું મારી પત્નીને કેમ ફોન કરે છે, તેમ પૂછતા સામેવાળા યુવકે તારી પત્ની મારી પાસે મોબાઇલ ફોન લેવા આવી હોવાનું કહેતા યુવતીના પતિ અને મિત્ર વચ્ચે ઝઘડો થયો હતો. બાદમાં યુવતીના મિત્રએ પતિને મળવા બોલાવ્યા બાદ તે ન મળતા યુવતીનો પતિ મિત્રના ઘરે ગયો હતો. જોકે, પત્નીનો મિત્ર ત્યાં ન મળી આવતા તેના પતિએ પોલીસ બોલાવતા યુવતીના પતિએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આરોપી સામે પોલીસે ફરિયાદ નોંધી તે બાબતે તથ્ય શું છે, અને આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ, તેને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

Next Story