અમદાવાદ: સટ્ટામાં રૂપિયા હારી જતા પતિએ પત્ની પાસે શરૂ કરાવ્યો દેહ વ્યાપાર, પોલીસે આરોપી પતિની કરી ધરપકડ

નરોડા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોતાના જ પતિ અને તેના મિત્રો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જોકે આ ફરિયાદમાં જે મુજબ ઉલ્લેખ કરવામાં આવતો છે

New Update
અમદાવાદ: સટ્ટામાં રૂપિયા હારી જતા પતિએ પત્ની પાસે શરૂ કરાવ્યો દેહ વ્યાપાર, પોલીસે આરોપી પતિની કરી ધરપકડ

અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોતાના જ પતિ અને તેના મિત્રો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જોકે આ ફરિયાદમાં જે મુજબ ઉલ્લેખ કરવામાં આવતો છે તેને જોતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશનમાં લવ, સેક્સ ઓર ધોકાનો કિસ્સો સામે આવ્યો છે. નરોડા વિસ્તારમાં પૈસા માટે એક પતિએ પોતાની જ પત્નીનો સોદો કરી નાખ્યો હોવાનો બનાવ બન્યો છે. હદ તો ત્યાં થઈ ગઈ જ્યારે પતિ એ પત્નીના દેહના વેપાર માટે તેનો મિત્રોનો પણ ઉપયોગ કર્યો.નિષ્ઠુર બનેલા પતિએ તેની 2 વર્ષની દીકરીને પણ તેના મિત્રોને હવાલે કરી દીધી હતી. પત્નીના ફોટાને મોર્ફ કરી ન્યૂડ ફોટો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા. જોકે અંતે પતિ અને તેના મિત્રોના ત્રાસથી કંટાળીને પત્નીએ તેના પતિ સહિત 6 સામે ફરિયાદ નોંધાવી, ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે આરોપી પતિની ધરપકડ પણ કરી લીધી છે.ઝડપાયેલ વિશાલ નામનો આરોપી પહેલાથી અન્ય કોઈ મહિલા સાથે લગ્ન કરી ચૂક્યો હતો. વર્ષ 2016 માં ફરિયાદી મહિલા અને વિશાલ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. બન્નેની નિકટતા વધી અને 2018થી લીવ ઇનમાં રહેવા લાગ્યા. મહત્વનું છે કે ફરિયાદી મહિલા તેના પતિના અગાઉથી થયેલ લગ્ન અંગે વાકિફ ન હતી. સટ્ટા અને જુગારના રવાડે ચડેલો પતિ પૈસા ગુમાવતો ગયો, જે બાદ પતિએ તેની પત્નીનો સોદો કરવાની શરુઆત કરી. જે માટે તેના ઘરે પણ અન્ય લોકોને બોલાવી પત્નીને શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરી.ફરિયાદી મહિલાનો આરોપ છે કે તેના પતિના મિત્રો અનૈતિક કામ માટે મદદ કરતા અને તેની બે વર્ષની બાળકી ને તેમની પાસે જ રાખતા. જોકે પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ બાળકીનો કબજો તેની માતાને સોંપી આરોપીની ધરપકડ કરવામાં આવી છે

Latest Stories