Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: પેટ્રોલ ડીઝલ બાદ CNGના ભાવ પણ વધ્યા, જાયે તો જાયે કહાં

X

પેટ્રોલ ડીઝલ બાદ હવે સી.એન.જી.ના ભાવમાં પણ વધારો થતા સામાન્ય જનની હાલત કફોડી બની છે. દેશભરમાં પેટ્રોલ-ડિઝલનાં આસમાને પહોંચી ગયા છે ત્યારે નોકરીયાત વર્ગ હવે પેટ્રોલ વ્હિકલના સ્થાને સીએનજીની પસંદગી કરી રહ્યા છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી તેમા પણ વધારો જોવા મળ્યો. કોરોના કાળમાં લોકોનો રોજગાર છુટી જતા લોકોના હાલ બેહાલ થયા હતા.ત્યારે નોકરી મળી પણ જીવન જરૂરિયાત વસ્તુઓના ભાવમાં વધારો થતાં વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા બાદ હવે ગુજરાત ગેસ કંપનીએ ગેસના ભાવમાં વધારો કરતાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

પહેલાથી જ પેટ્રોલ- ડીઝલના દિવસે દિવસે ભાવ વધારોનો સહન કરી રહેલી જનતાને હવે સરકારે વધારાનો બોજ નાખ્યો હોય તેવું જોવા મળી રહ્યુ છે. અદાણી કંપનીએ સીએનજી માં 1.5 રૂપિયાનો વધારો જ્યારે ગુજરાત ગેસ કંપનીએ સીએનજી માં 2.68 રૂપિયાનો વધારો કર્યો જે હવે નવો ભાવ 62 રૂપિયાને પાર પહોંચ્યો. સાથે સાથે પીએનજીમાં પણ 1.35 રૂપિયાનો વધારો થયો.છેલ્લા આઠ મહિનામાં પાંચમી વાર સીએનજીમાં ભાવ વધારો થયો છે

Next Story