Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલે આલાપ્યો હિંદુત્વનો રાગ,જુઓ કોંગ્રેસ પર શું કર્યા આક્ષેપ

પાટીદાર અનામત આંદોલનથી ઊભરેલા હાર્દિક પટેલે માત્ર 1161 દિવસમાં જ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે.

X

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલે આજરોજ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી પોતાનો બળાપો ઠાલવ્યો હતો

પાટીદાર અનામત આંદોલનથી ઊભરેલા હાર્દિક પટેલે માત્ર 1161 દિવસમાં જ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે. આ અંગે આજે હાર્દિક પટેલે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસનું 2050 સુધી કોઈ ભવિષ્ય નથી તેમજ રામમંદિર માટે ઈંટો મોકલવી, NRC-CAAને આવકાર, મસ્જિદોમાંથી મંદિર નીકળવા જેવા ભાજપના મુદ્દાઓને ઉઠાવ્યા છે. હાર્દિક પટેલે કહ્યું હતું કે કોંગ્રેસમાં મને બે વર્ષ સુધી કાર્યકારી તરીકે કોઈ જવાબદારી નથી સોંપાઈ. ખુલ્લા મનથી ચર્ચા કરવા આવ્યો છું. લોકો માટે નિષ્ઠાપૂર્વક આંદોલન કર્યું છે. કોંગ્રેસમાં સૌથી મોટી જાતિવાદની રાજનીતિ છે. અમારા આંદોલનથી ઘણાને ફાયદો થયો છે.

કોંગ્રેસ માત્ર લોકોનો દુરુપયોગ કરીને તેમને ફેંકી દેવાની જ નીતિ અપનાવે છે. નરહરિ અમીન, ચીમનભાઈ પટેલને કોંગ્રેસમાંથી હટાવી દેવાયા હતા. જ્યારે જ્યારે કોંગ્રેસમાં સાચી વાત કરવામાં આવી ત્યારે કેટલાક લોકો દ્વારા બદનામ કરવાનું કામ કરવામાં આવે છે. ગુજરાતમાં અસંખ્ય નેતાઓ અને ધારાસભ્યો એવા છે, જે માત્રને માત્ર કોંગ્રેસનો ઉપયોગ કરે છે. કોંગ્રેસમાં કોઈ મજબૂત થાય ત્યારે એને હટાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. સત્તામાં બેસીને પાર્ટીના વખાણ કરો એનો મતલબ એ નથી એ પાર્ટીમાં બે ટકા વસતિ ધરાવતા સમાજના મુખ્યમંત્રી બની શકે છે.7થી 8 લોકો 33 વર્ષથી કોંગ્રેસ ચલાવે છે. મારા જેવા કાર્યકરો રોજના 500-600 કિ.મી. ફરીને લોકો વચ્ચે જઈને તેમનાં સુખ-દુખ જાણવાનો પ્રયાસ કરે તો અહીંના મોટા નેતાઓ એસી ચેમ્બરમાં બેસીને આ પ્રયાસને ખોરવી નાખવા પ્રયાસ કરે છે.

Next Story