અમદાવાદ : 242 પેસેન્જર સાથેનું AI-171 પ્લેન ક્રેશ થતાં 241 લોકોની જિંદગી હોમાઈ, દુર્ઘટનામાં પૂર્વ CM વિજય રૂપાણીનું પણ નિધન

શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય તેવી ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. મેઘાણીનગરના IGP કમ્પાઉન્ડ નજીક એર ઇન્ડિયાનું AI-171 પ્લેન ક્રેશ થયું હતું.

New Update
  • અમદાવાદમાં 242 પેસેન્જર સાથેનુંAI-171 પ્લેન ક્રેશ

  • મેઘાણીનગરનાIGP કમ્પાઉન્ડ નજીક પ્લેન ક્રેશ થયું

  • પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પૂર્વCM વિજય રૂપાણીનું નિધન

  • 241ના મોત થયાની એર ઇન્ડિયા દ્વારા સત્તાવાર જાહેરાત

  • સિવિલ હોસ્પિટલમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો

  • મુખ્યમંત્રીગૃહ રાજ્યમંત્રીએ લીધી ઇજાગ્રસ્તોની મુલાકાત

  • PM મોદીએહેન્ડલ પર દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું

  • કેન્દ્ર સરકારમાંથી તમામ મદદની ખાતરી : અમિત શાહ

શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય તેવી ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. મેઘાણીનગરનાIGP કમ્પાઉન્ડ નજીક એર ઇન્ડિયાનુંAI-171 પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં 242 પેસેન્જર સવાર હતાજ્યારે મેડિકલની બોય્ઝ હોસ્ટેલ પર પ્લેન ક્રેશ થયું ત્યાં પણ ઈન્ટર્ન ડોક્ટર હાજર હતા. જોકેએર ઇન્ડિયા દ્વારા આ ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 241 લોકોના મોતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

અમદાવાદ માટે તા. 12મી જૂન-2025નો દિવસબ્લેક ડે” સાબિત થયો છે. અમદાવાદ એરપોર્ટ પરથી લંડન ગેટવીક જઈ રહેલ વિમાન ટેક ઓફ કર્યા પછી તરત જ ક્રેશ થઈ ગયું હતું. અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાંIGP કમ્પાઉન્ડ નજીક 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન કોઈક ટેકનિકલ ખામી સર્જાતા ક્રેશ થયું હતું. આ ડ્રીમ લાઇનર પ્લેન અમદાવાદ એરપોર્ટના રનવે 23 પરથી 1.38 કલાકે 322 કિલોમીટરની ઝડપે ટેકઓફ થયું હતું. જે 1.40 કલાકે એટલે કેમાત્ર 2 જ મિનિટમાં ક્રેશ થઈને બિલ્ડિંગમાં અથડાયું હતું. આ પ્લેનમાં 242 પેસેન્જર સવાર હતા. જેમાં 217 મુસાફરો પુખ્ત વયના હતાતો 11 બાળકો અને 2 નવજાત શિશુ હતાજ્યારે 169 ભારતીયો53 બ્રિટીશરો1 કેનેડીયન અને 7 પોર્ટુગીઝ નાગરિકો સવાર હતા. પ્લેન ધડાકા સાથે ક્રેશ થયા બાદ આગ ફાટી નીકળતા દૂર દૂર સુધી ધૂમાડા ગોટેગોટા જોવા મળ્યા હતા.

બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટરો સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ તરફયુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી માટેNDRF, BSF સહિતNSG કમાન્ડોની પણ મદદ લેવામાં આવી હતી. આ દુર્ઘટનાના પગલે અમદાવાદ એરપોર્ટને સાંજે 5 વાગ્યા સુધી બંધ તેમજ આસપાસના તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. જોકેઆ દુર્ઘટનામાં ગુજરાત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ બી.જે.મેડિકલની બોય્ઝ હોસ્ટેલમાં હાજર 40થી વધુ ઈન્ટર્ન ડોક્ટર સહિત 241 લોકોના મોત થયા હોવાની સત્તાવાર જાહેરાત એર ઇન્ડિયા દ્વારા કરવામાં આવી છેજ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા હોસ્પિટલમાં અફરાતફરી મચી હતી. પ્લેનમાં જે મુસાફરો સવાર હતા તેમના સગા વહાલા પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જેમને પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

આ તરફનાગરિકોને પણ દુર્ઘટના સ્થળથી દૂર રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી. તો બીજી તરફમુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ અમદાવાદ પોલીસ કમિશ્નર પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ધારાસભ્યો અને સિવિલ હોસ્પિટલના સિનિયર તબીબો સાથે બેઠક યોજાય હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત આવવા માટે રવાના થયા હતા.PM મોદીએહેન્ડલ પર વિમાન દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છેજ્યારે ગૃહમંત્રી અમિત શાહે પણ કેન્દ્ર સરકારમાંથી તમામ મદદની ખાતરી આપી હતી.

Read the Next Article

અમદાવાદ : અલકાયદાના ગ્રુપની માસ્ટરમાઇન્ડ શમા પરવીનની ગુજરાત ATSએ બેંગલુરુથી ધરપકડ કરી...

અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ સંગઠન(AQIS) ચલાવનાર 4 આતંકી ઝડપાયા બાદ આતંકી જૂથની માસ્ટરમાઇન્ડ બેંગલુરુની શમા પરવીનની ગુજરાત ATSએ ધરપકડ કરી છે.

New Update
  • અલકાયદાના 4 આતંકીની ધરપકડ બાદATSને મળી સફળતા

  • બેંગલુરુથી ઝડપાય અલકાયદાના ગ્રુપની માસ્ટરમાઇન્ડ મહિલા

  • અમદાવાદ-મોડાસાથી ઝડપાયેલા 4 આતંકીને આપતી માર્ગદર્શન

  • 3 એકાઉન્ટમાં જેહાદી ભાષણોચેટ સહિત પાક.ના સંપર્કો મળ્યા

  • શમા પરવીનનીATS દ્વારા ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાય

ગત તા. 23 જુલાઈ 2025ના રોજ ગુજરાતATSએ અમદાવાદ અને મોડાસાના 2 સહિત અલકાયદાના 4 આતંકીની ધરપકડ કરી હતી. હવે આ 4 આતંકીના જૂથની માસ્ટરમાઇન્ડ એવી બેંગલુરુની શમા પરવીનનીATSએ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ સંગઠન(AQIS) ચલાવનાર 4 આતંકી ઝડપાયા બાદ આતંકી જૂથની માસ્ટરમાઇન્ડ બેંગલુરુની શમા પરવીનની ગુજરાતATSએ ધરપકડ કરી છે. મહિલા આતંકવાદી સંગઠનના મુખ્ય હેન્ડલરોના સંપર્કમાં ભારતમાંથી આ જ યુવતી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આતંકી સંગઠન વધુ મજબૂત બનાવવું અને કેવી પ્રવૃત્તિ કરવી તે શમા પરવીન નક્કી કરતી હતી. અગાઉ પકડાયેલા 4 આતંકી પણ આ યુવતીના માર્ગદર્શનમાં કામ કરતા હતા. બીકોમ સુધીનો અભ્યાસ કરનારી શમાની અલગ અલગ ચેટ અને પાકિસ્તાનના સંપર્ક નંબરો પણ મળ્યા છે. જેની તપાસ કરવામાં આવી રહી છે. શમાનો મોબાઇલ અને અન્ય ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કબજે કરવામાં આવ્યાં છે.

તેના મોબાઇલમાંથી 3 સોશિયલ મીડિયા એકાઉન્ટ મળ્યાં છે. એમાં અનેક લોકો આ વિચારધારાના હોવાનું નક્કી થયા બાદ તેને જોડવાની કામગીરી કરતી હતી. માત્ર એટલું જ નહીંતે ગ્રુપની ગતિવિધિ અને આગળની કામગીરી નક્કી કરતી હતી. 30 વર્ષીય શમા પરવીન મૂળ ઝારખંડની રહેવાસી છેઅને બેંગલુરુના હેબ્બલ વિસ્તારમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા ભાઈ સાથે રહેતી હતી. હાલમાં આરોપી શમાને પૂછપરછ માટેATS કસ્ટડીમાં રાખવામાં આવી છેઅને વધુ વિગતો મળવાની રાહ જોવાઈ રહી છે.