/connect-gujarat/media/post_banners/2a7204e8301304da9292a0a45ca76f1e9f3810a8289ec6d3e9a4cf61654fd622.jpg)
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટેક્સની આવક માં છેલ્લા ત્રણ મહિનાથી ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. લોકો ટેક્સ ભરવા માટે કોઈ ખાસ ઉત્સાહ બતાવી રહ્યા નથી. જોકે હવે ટેક્સની આવક વધે તેના માટે વ્યાજ માફી યોજના જાહેર કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટેક્સ અંગેની રિવ્યુ બેઠક બાદ એએમસીના રેવન્યુ કમિટીના ચેરમેન જેનિક વકીલ દ્વારા કહેવામાં આવ્યું કે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ટેક્સની આવક સતત ઘટી છે ત્યારે હવે ટેક્સની આવક વધે તેના માટે વ્યાજ માફીની યોજના જાહેર કરવામાં આવી છે. 6 જાન્યુઆરી થી 31 જાન્યુઆરી સુધી ચાલનાર ઝુંબેશમાં 100% વ્યાજ માફી , રહેણાંકમાં 80% અને કોમર્શિયલમાં 60% વ્યાજ માફી તેની સાથે 6 જાન્યુઆરીથી ટેક્સ ના ભરનાર ટેક્સ ધારકોની પ્રોપર્ટી સીલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.તો 1 ફેબ્રુઆરી થી 28 ફેબ્રુઆરી બીજા તબક્કામાં રહેણાંકમાં 72% અને કોમર્શિયલ માં 55% વ્યાજ માફી આપવામાં આવશે તો બીજીબાજુ કોર્પોરેશનને છેલ્લા છ મહિનામાં કુલ ટેક્સની આવક 1125.83 કરોડ થઈ છે. જેમાં પ્રોપર્ટી ટેક્સની આવક રૂ.828.30 કરોડની થઈ છે.