અમદાવાદ : ગોતામાં AMCનું પાર્કિંગ ભડકે બળ્યું , 50થી વધુ વાહનો ભસ્મીભુત

ગોતા વિસ્તારમાં એએમસી સંચાલિત પાર્કિગમાં અચાનક આગ લાગતાં પાર્ક કરવામાં આવેલાં 50થી વધારે વાહનો ભસ્મીભુત થઇ ગયાં હતાં.

New Update
અમદાવાદ : ગોતામાં AMCનું પાર્કિંગ ભડકે બળ્યું , 50થી વધુ વાહનો ભસ્મીભુત

અમદાવાદમાં આવેલ ગોતા વિસ્તારમાં એએમસી સંચાલિત પાર્કિગમાં અચાનક આગ લાગતાં પાર્ક કરવામાં આવેલાં 50થી વધારે વાહનો ભસ્મીભુત થઇ ગયાં હતાં.

અમદાવાદમાં આવેલ ગોતા વિસ્તારમાં એએમસી સંચાલિત પાર્કિગમાં આજરોજ 50 થી વધુ બાઈક આગમાં બળીને ખાખ થઈ ગઈ છે. પાર્ક કરેલા મોટા ભાગના વાહનો આગની ઝપેટમાં આવી ગયા હતા. જેમા અમુક વાહનો તો બળીને ખાખ થઈ ગયા છે તો અમુક ને આંશિક નુકશાન થયું છે. આગના પગલે આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. ધુમાડાના ગોટેગોટા તેમજ આગની જવાળાઓને પગલે ગોતા બ્રિજ ઉપર પણ ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય હતી. મહાનગરપાલિકાના લાશ્કરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવતાં લોકોએ હાશકારો લીધો હતો. આગ કયા કારણોસર લાગી હતી તે કારણ હજુ પણ અકબંધ રહ્યું છે.

Read the Next Article

અમદાવાદ : હથિયારના લાયસન્સ અને વેંચાણનો ATSએ પર્દાફાશ કર્યો, ઉત્તરપ્રદેશના ઇટામાંથી 7 આરોપીની ધરપકડ કરી

ગુજરાત ATSએ હથિયાર લાયસન્સ અને હથિયાર વેચાણના નેટવર્કનો પર્દાફાશ કરી ઉત્તરપ્રદેશના ઇટા જિલ્લામાંથી 7 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
  • ગુજરાતATSને મળી વધુ એક મોટી સફળતા

  • હથિયાર લાયસન્સ-વેંચાણનો પર્દાફાશ કરાયો

  • ઉત્તરપ્રદેશના ઇટામાંથી7આરોપીની ધરપકડ

  • હથિયાર સહિતનો તમામ મુદ્દામાલ જપ્ત કરાયો

  • કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ

ગુજરાતATSએ હથિયાર લાયસન્સ અને હથિયાર વેચાણના નેટવર્કનો પર્દાફાશ કરી ઉત્તરપ્રદેશના ઇટા જિલ્લામાંથી7આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતATSના અધિકારીઓએ હથિયાર લાયસન્સ અને હથિયાર વેંચાણના કૌભાંડનો પર્દાફાશ કરી7આરોપીઓને ઉત્તરપ્રદેશના ઇટા જિલ્લામાંથી ઝડપી પાડ્યા છે. ગુજરાતATSને9આરોપીઓ વિશેની જાણકારી મળી હતી. જેમાંથી મુકેશસિંહ હુકમસિંહ ચૌહાણઅભિષેક રાજદેવ ત્રિવેદીવેદપ્રકાશસિંહ રામબાબુસિંહરાજેન્દ્રસિંહ લક્ષ્મંણસિંહ સાંખલાઅજય ભુરેસિંહ સેંગરશોલેસિંહ રામબાબુસિંહ સેંગર અને વિજયસિંહ ભૂરેસિંહ સેંગર નામના7આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આ તમામ આરોપીઓમાં કોઈ જીમતો કોઈ ફેક્ટરી ચલાવે છેઅથવા તો કોઈ નાનો-મોટો વેપાર કરે છે. આ7આરોપીઓએ ઉત્તર પ્રદેશના ઇટા જિલ્લામાંથી લાયસન્સ મેળવ્યા હતાઅને રૂ.5થી7લાખ ચૂકવીને લાયસન્સ સાથેના હથિયારો મેળવ્યા હતા. ગુજરાતATSના હાથે ઝડપાયેલ7શખ્સો પાસેથી3રિવોલ્વર તથા તેના187રાઉન્ડસ અને4પિસ્ટોલ તથા તેના98રાઉન્ડસ મળી કુલ7હથિયાર સાથે285રાઉન્ડ્સ રિકવર કરી જપ્ત કરવામાં આવ્યા છે.