અમદાવાદ : AMTS બસ સુવિધામાં કરાશે વધારો, કેન્દ્ર સરકાર આપશે રૂ. 30 કરોડની ગ્રાન્ટ…

અમદાવાદ શહેરમાં દરરોજ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા હાલ શહેરમાં રોજ 704 બસનો કાફલો દોડાવવામાં આવી રહ્યો છે,

New Update
અમદાવાદ : AMTS બસ સુવિધામાં કરાશે વધારો, કેન્દ્ર સરકાર આપશે રૂ. 30 કરોડની ગ્રાન્ટ…

અમદાવાદ શહેરમાં દરરોજ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા હાલ શહેરમાં રોજ 704 બસનો કાફલો દોડાવવામાં આવી રહ્યો છે, જેમાં રોજ 4 લાખ 15 હજાર કે, તેનાથી પણ વધારે મુસાફરો પ્રવાસ કરી રહ્યા છે. તેમ છતાં મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસ આર્થિક રીતે ડચકા ખાઈ રહી છે, અને મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના શિરે હાલ 3 હજાર 700 કરોડનું જંગી દેવું છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો છે.

Advertisment

અમદાવાદ શહેરની બસ સુવિધામાં વધારો કરવા કેન્દ્ર સરકારે રૂ. 30 કરોડની ગ્રાન્ટ આપવાનો નિર્ણય કર્યો છે. જેથી શહેરના વિવિધ માર્ગો પર 118 જેટલી નવી બસ દોડતી થશે. બસના નવા કાફલા બાદ આવકમાં વધારો થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. શહેરમાં 704 AMTS બસ દોડી રહી છે, જેમાં 118 જેટલી નવી ઉમેરાતા 822 બસ માર્ગ પર દોડતી થશે. જેનાથી શહેરીજનોને બસના ધાંધિયાથી છુટકારો મળશે. મહત્વનું છે કે, દરરોજ 4 લાખ 15 હજારથી વધુ લોકો AMTS બસનો ઉપયોગ કરે છે, શહેરમાં નવી બસો શરૂ થતાં મુસાફરોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. AMTS બસના નવા કાફલા બાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની આવકમાં પણ વધારો થાય તેવી શક્યતા છે.

Advertisment