Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : AMTS બસ લોકો માટે બની યમદૂત સમાન, 10 વર્ષમાં હજારો અકસ્માતમાં અનેકોના મોત..!

ઓળખ સમાન લાલ બસ એટલે, AMTS બસની ઓળખ ધીમે ધીમે હવે ભુલાઇ રહી છે. AMTS દ્વારા છેલ્લા 10 વર્ષમાં અકસ્માતની ભરમાર ઉભી થઇ છે.

X

અમદાવાદ શહેરની ઓળખ સમાન લાલ બસ એટલે, AMTS બસની ઓળખ ધીમે ધીમે હવે ભુલાઇ રહી છે. AMTS દ્વારા છેલ્લા 10 વર્ષમાં અકસ્માતની ભરમાર ઉભી થઇ છે. બે’લગામ ચાલતી AMTS બસ આજે લોકોના માથે યમદૂત ફરી રહ્યા હોવાનો અહેસાસ કરાવે છે.

અમદાવાદમાં દોડતી AMTS બસ લોકો માટે યમદૂત સમાન સાબિત થઈ રહી છે. હજુ થોડા દિવસ પહેલા જ વિશાલા સર્કલ નજીક AMTS બસનો કાર, રીક્ષા અને લોડિંગ ટેમ્પા સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 વ્યક્તિને સામાન્ય ઇજાઓ થઇ હતી. જોકે, છેલ્લા 10 વર્ષમાં AMTS બસના કારણે 2407 અકસ્માત થયા છે. જેમાં 55 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તે જ રીતે AMTSના ખાનગી ઓપરેટર દ્વારા સંચાલન કરતી બસ દ્વારા છેલ્લા 10 વર્ષમાં 4876 અકસ્માત સર્જાતા આવ્યા છે. આ અકસ્માતમાં 116 લોકો મોતને ભેટ્યા છે. વર્ષ 2020/21માં 6 અકસ્માત, 1 ફેટલ અકસ્માત, વર્ષ 2021/22 માં 8 અકસ્માત અને વર્ષ 2022/23 જાન્યુઆરી સુધી એક અકસ્માત થયા છે. આ સાથે ખાનગી ઓપરેટર બસ અકસ્માત જોઇએ તો વર્ષ 2022/23 જાન્યુઆરી સુધી 240 અકસ્માત જેમાં 9 ફેટલ અકસ્માત, વર્ષ 2021/22માં 155 અકસ્માતમાં 8 ફેટલ અકસ્માત થયા છે. AMTS બસમાં પ્રતિદિન 5થી 6 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરતાં હોવાથી આ સેવા અમદાવાદીઓની લાઇફલાઇન ગણાય છે. આ ઉપરાંત શહેર સહિત આસપાસના વિસ્તારમાં પણ AMTS બસ સેવા ચાલી રહી છે. તો બીજી તરફ, AMTS બસ હાલ ખાનગી કોન્ટ્રાક્ટરને મલાઈ ખાવા માટે આપી દેવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે. AMTS દ્વારા ખાનગી ઓપરેટરોને મસમોટી રકમ ચૂકવવામાં આવે છે. તેમ છતાં ખાનગી ઓપરેટર વધુ પૈસા કમાવાની લાલચમાં આખરે AMTS બસ યોગ્ય સમયે મેઇન્ટેનન્સ કરતા નથી. જેના ભાગરૂપે આજે અમદાવાદ શહેરમાં AMTS બસ દ્વારા અકસ્માતની ભરમાર જોવા મળી રહી છે.

Next Story