અમદાવાદ : રીવરફ્રન્ટ નજીક બન્યું 8 માળનું પાર્કિંગ, એક હજાર કાર થઇ શકશે પાર્ક

અમદાવાદમાં તમે વાહન લઇને જાવ એટલે પાર્ક કયાં કરવું તેની સમસ્યા સતાવતી હોય છે.

New Update

અમદાવાદમાં તમે વાહન લઇને જાવ એટલે પાર્ક કયાં કરવું તેની સમસ્યા સતાવતી હોય છે. વાહનચાલકોને પાર્કિંગની ઝંઝટમાંથી ટુંક સમયમાં મુકિત મળવા જઇ રહી છે.

અમદાવાદમાં વાહનોની વધતી સંખ્યાની સરખામણીએ હવે પાર્કિંગની જગ્યાઓ ઓછી પડી રહી છે. આ સમસ્યાના નિરાકરણ માટે કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ મલ્ટી લેવલ પાર્કિંગ ઉભા કરવામાં આવી રહયાં છે. શહેરના પ્રહલાદનગર, સિંધુભવન, ચાંદલોડિયા અને રિવરફ્રન્ટ ખાતે 8 માળના પાર્કિંગ તૈયાર કરાયાં છે. એસવીપી હોસ્પિટલ નજીક રિવરફ્રન્ટ રોડ ઉપર 60 કરોડના ખર્ચે તૈયાર કરેલું 8 માળનું પાર્કિંગ એપ્રિલના પહેલા સપ્તાહમાં લોકો માટે ખુલ્લું મુકાશે. આ પાર્કિંગ માટે ઘરે બેઠાં બેઠાં સ્લોટ બુક કરાવી શકાશે. આ પાર્કિંગમાં 1 હજાર કાર પાર્ક થઈ શકે તેટલી જગ્યા રાખવામાં આવી છે.

માર્ચ-2019 માં પાર્કિંગ બિલ્ડિંગ બનવાની શરૂઆત થઈ હતી. જોકે કોવિડની મહામારીના કારણે લગભગ એક વર્ષથી વધારે સમય માટે તેનું નિર્માણ બંધ રહ્યું હતું. સાબરમતી નદી ઉપર તૈયાર થયેલા ફૂટ ઓવરબ્રિજ સુધી પહોંચવા માટે પાર્કિંગ બિલ્ડિંગને જોડતો વોક -વે બ્રિજ તૈયાર થઈ રહ્યો છે. મલ્ટી લેવલ પાર્કિંગમાં કાર પાર્ક કરીને લોકો ફ્લાવર ગાર્ડન અને ઈવેન્ટ સેન્ટરમાં સીધી એન્ટ્રી મેળવી શકશે. આ ઉપરાંત પાર્કિંગના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર મોટા સ્ક્રીન ઉપર ખાલી સ્લોટની માહિતી મળશે.

#MultilevelParking #FootOverBridge #cmogujarat #BeyondJustNews #AhmedabadMunicipalCorporation #SabarmatiRiverFront #Ahmedabad #LocalNews #construction #AtmanirbharBharat #Bjp4Ahmedabad #ConnectGujarat
Here are a few more articles:
Read the Next Article