અમદાવાદ : ફોનનો દુરુપયોગ કરતા સંતાનોના વાલીઓ માટે આંખ ઉઘાડતો કિસ્સો, વાંચો વધુ...

14 વર્ષની સગીરાને સોશિયલ મીડિયાથી પ્રેમ કરવો ભારે પડ્યો છે. સગીરાએ સોશિયલ મીડિયા થકી યુવતીના પ્રેમમાં પડી

New Update

કોરોના કાળમાં ઓનલાઇન અભ્યાસ કારણે બાળકોને ફોનની લત લાગી ગઈ છે. જેથી બાળકો આખો દિવસ ફોનમાં જ લાગેલા રહે છે અને વાલીઓ પણ ધ્યાન નથી આપતા કે, તેમના બાળકો ફોનમાં શું કરી રહ્યા છે. તેવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. 14 વર્ષની સગીરાને સોશિયલ મીડિયાથી પ્રેમ કરવો ભારે પડ્યો છે. સગીરાએ સોશિયલ મીડિયા થકી યુવતીના પ્રેમમાં પડી અને વાત આગળ વધી. અબ્દુલ કૈયુમખાન પઠાણ જે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રહે છે, જેની પોલીસે બળાત્કારના ગુન્હામાં ધરપકડ કરવામાં આવી છે.

જોકે, સોશિયલ મીડિયાનો સદુપયોગ કરવો જરૂરી છે, ત્યારે એનો દુરુપયોગ થાય તો આવા કિસ્સા બનતા હોય છે. હાલ પોલીસે 27 વર્ષીય આરોપીની 14 વર્ષની સગીરા સગીરા પર બળાત્કાર ગુજારવાના ગુન્હામાં ધરપકડ કરી છે. આરોપીએ અન્ય કોઈ સગીરા કે, યુવતી સાથે આવું કૃત્ય કર્યું છે કે, કેમ તે તપાસ શરૂ કરાઇ છે. આરોપીએ એકાદ વર્ષ પહેલા એક સગીરાનો સોશિયલ મીડિયાથી સંપર્ક સાધતાં બન્ને પરિચયમાં આવ્યા. બાદમાં સગીરાના નગ્ન ફોટો વોટ્સએપ પર મંગાવી આરોપીએ હવસનો શિકાર બનાવી. આ ફોટો મંગાવી તેને વાયરલ કરવાની ધમકી આપી અલગ અલગ હોટલોમાં લઈ જઈ સગીરાને પીંખી નાખી. ઘટનાની જાણ સગીરાના પરિવારને થતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. અત્રે મહત્વનું એ છે કે, સોશિયલ મીડિયાના કારણે અનેક યુવતીઓ દુષ્કર્મનો શિકાર બનતી હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. આ ઘટનાએ માતા-પિતાને પણ ચેતવે છે. જે જુવાનજોધ દીકરી કે, દીકરાને ફોન આપી એ પણ ભૂલી જાય છે કે, ફોનનો ઉપયોગ શેના માટે થઈ રહ્યો છે. તો સાથે ઘરનું વાતાવરણ પણ એવું બનાવું જરૂરી છે કે, જો કોઈ કારણસર ભૂલ થાય તો દીકરા-દીકરી વિના સંકોચે પરિવારને કહી શકે, ત્યારે ઓનલાઇન પ્લેટફોર્મની એપ્લિકેશન વાપરતા સાવચેત રહેવા પોલીસે યુવતીને અપીલ કરી છે.

Latest Stories