/connect-gujarat/media/post_banners/5933715b16dfbfe58eaa1f4c1fca1b548b9f76753a62faec4ea193c8837a61d1.jpg)
અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં ફરી કેટલાક અસામાજિક તત્વોએ માથું ઊંચક્યું છે. કાયદો કે પોલીસનો ડર જ ન તેમ જાહેરમાં તલવાર દ્વારા કેક કાપી જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
અમરાઈવાડી પોલીસની ગીરફ્તમાં દેખાતા આ પિતા પુત્રના નામ રાજેશ રાજપૂત અને કિશન રાજપૂત છે. કાયદાનું ભાન ભુલેલા આરોપી કિશન રાજપૂતનો જન્મ દિવસ હોવાથી અમરાઈવાડી પારસનગર એપાર્ટમેન્ટ સામે જાહેર રોડ પર મિત્રો સાથે ભેગા થઈને જન્મ દિવસની પાર્ટી કરી હતી. હાથમાં તલવારો અને છરી સાથે અનેક યુવકોએ ઉજવણી કરી ફટાકડા ફોડ્યા હતા.ત્યારે બાજુમાં રહેતા નિવૃત ASIએ આ યુવકોને રોક્યા હતા અને જન્મદિવસ ન ઉજવવા માટે ટકોર કરતા કિશન રાજપૂત સહિત તેના મિત્રોએ તલવાર અને હથિયારો સાથે ગાડીના કાચ તોડી નાખ્યા હતા અને જાતિ વિષયક શબ્દો બોલ્યા હતા. આ ઘટના બાદ પોલીસે ફરિયાદ નોંધી બે આરોપીની ધરપકડ કરી છે, ત્યારે ચાર આરોપી હજી ફરાર છે. મહત્વનું છે કે આરોપીઓ નાની વયનાં હોવાથી તેઓને કાયદાનો પાઠ ભણાવવા માટે પોલીસે આ જન્મદિવસની પાર્ટીમાં જે પણ યુવકો સામેલ હતા તે તમામની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.જોકે આ ઘટનાથી પૂર્વ વિસ્તાર ફરી એક વાર કલંકીત થયો છે.
/connect-gujarat/media/media_files/2025/07/28/satbhes-2025-07-28-11-23-17.jpeg)