Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : સોશિયલ મીડિયામાં આવેલી રિક્વેસ્ટને એક્સેપ્ટ કરતા જ હર્યોભર્યો સંસાર વિખેરાયો, જાણો સમગ્ર મામલો...

અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં રહેતો યુવક તેની પત્ની અને બાળકો સાથે ખુશખુશાલ જીવન જીવતો હતો.

X

અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં રહેતો યુવક તેની પત્ની અને બાળકો સાથે ખુશખુશાલ જીવન જીવતો હતો. રોજ તે પોતાના પરિવારની નાની-મોટી ઈચ્છા પૂરી કરવા માટે કામ કરતો હતો. આ દરમિયાન તેને સોશિયલ મીડિયામાં એક રિક્વેસ્ટ આવી અને એક્સેપ્ટ કરતા હર્યોભર્યો સંસાર વિખેરાઈ ગયો હતો.

અજાણી યુવતીએ લલચાવતા ચેટિંગ અને તેમાં ફસાતા ગયેલા અમદાવાદના યુવાનને એક દિવસ એક વીડિયો કોલ આવ્યો અને તેમાં તેનું સ્ક્રિન રેકોર્ડિંગ થઈ ગયું હતું. ત્યારબાદ આ ન્યૂડ કોલને લઈને તેનું બ્લેકમેઇલિંગ શરૂ થયું હતું. સતત બ્લેકમેઇલિંગથી કંટાળેલા યુવકે 8 લાખ રૂપિયા આપી દીધા હતા. તેમ છતાં સાયબર ગઠિયાઓએ વધુ રૂપિયાની માંગણી કરતા તેણે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. યુવક પાસેથી આરોપીઓએ લાખો રૂપિયા પડાવી લીધા હતા. એટલું જ નહીં, પોલીસે આરોપીઓને દબોચ્યા તો 5 પોલીસકર્મીને ઉલાળી ભાગી છૂટવા પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે હરિયાણા-રાજસ્થાન બોર્ડર પરથી અન્સાર હુસેન મેવ અને ઇર્ષાદ મેવ નામના 2 આરોપીને ઝડપી લીધા હતા. આ આરોપીઓએ આવા અનેક યુવકોને ટાર્ગેટ બનાવ્યા હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. એક તરફ યુવકની લાશ પડી હતી, ત્યારે એના ફોન પર અન્ય લોકોના ફોન આવતા હતા અને રૂપિયાની માંગણી કરતા હતા, ત્યારે પરિવારને ખબર પડી કે, આ વ્યક્તિએ બ્લેકમેઇલિંગના કારણે આપઘાત કર્યો છે. જેથી આ સમગ્ર મામલો પોલીસ પાસે ગયો હતો.

Next Story