Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ગંદકી મામલે બાપુનગર આનંદ ફલેટના સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવતાં ડે.કમિશનર દોડતા થયા..!

અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને તમામ પ્રાથમિક સુવિધા પૂરી પાડવાનો દાવો કરવામાં આવે છે.

X

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારની અનેક સોસાયટી આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે, ત્યારે બાપુનગરમાં આવેલ આનંદ ફલેટના સ્થાનિકોએ મ્યુનિશિપલ કોર્પોરેશન સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતાં ખુદ ડેપ્યુટી કમિશનર સોસાયટી વિસ્તારમાં દોડી આવ્યા હતા.

અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને તમામ પ્રાથમિક સુવિધા પૂરી પાડવાનો દાવો કરવામાં આવે છે. પરંતુ બાપુનગર વિસ્તારમાં આવેલ આનંદ ફ્લેટમાં રોડ-રસ્તા, ગટર અને ગંદકીની સમસ્યા સ્થાનિકો માટે માથાનો દુખાવો બની ગઈ છે. વરસાદ ન હોય તો પણ આ ફ્લેટમાં બહાર નીકળવું મુશ્કેલ છે. કારણ કે, અહીંની દરેક ગલી અને ચાલી ગંદકીથી ભરેલી છે. અહીના કોર્પોરેટરો અને AMCને અનેક વાર રજૂઆત કરવા છતાં પણ કોઈ ઉકેલ આવતો નથી. એટલું જ નહીં ડ્રેનેજના ગંદા પાણી લોકોમાં મકાનમાં પ્રવેશે આવે છે. તો બીજી તરફ, સ્થાનિકોએ બેનરો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતાં AMCના ડેપ્યુટી કમિશનર સ્થળ પર દોડી આવ્યા હતા, ત્યારે આગામી 5 દિવસમાં અહીના સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ લાવવા ડેપ્યુટી કમિશનરે હૈયાધારણા આપી હતી.

જોકે, બાપુનગર વિસ્તારમાં આવેલ આનંદ ફ્લેટના સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કરતાં AMC પ્રત્યે ભારે નારાજગી જોવા મળી હતી. તો સ્થળ પર આવેલા ડેપ્યુટી કમિશનર મનોજ નિનામાએ પણ સ્વીકાર્યું હતું કે, અહી ડ્રેનેજની સમસ્યા છે. પરંતુ ડ્રેનેજની સાફ-સફાઈ કરવા માટે મોટા ટ્રેજર મશીન અહીની ગલીઓમાં જઈ શકતા નથી. ઉપરાંત અહી દબાણ થયેલ છે, જો પહેલા દબાણ તોડવામાં આવશે. ત્યારબાદ અહીના સ્થાનીકોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે, ત્યારે હાલ તો AMC આ સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં કરે તો આવનાર સમયમાં સ્થાનિકોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

Next Story