/connect-gujarat/media/post_banners/518076004ac8d396a15c02e3352608f50d740dde77cbf8b705d79cd52c56da92.webp)
અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં ઝઘડાની અદાવત રાખી એક જ પરિવારના 4 લોકોએ ગાળો બોલી મહિલાને કપાળમાં લોખંડની પાઇપ મારી તેમના પુત્ર પર હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે આનંદનગર પોલીસે ગુનો નોંધ્યો છે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદના વેજલપુરમાં રહેતા કપિલાબેન દ્વારા આનંદનગર પોલીસ સ્ટેશનમાં પિન્ટુ ઠક્કર, દેવેન્દ્ર ઠક્કર, અરુણા ઠક્કર અને રાજુ ચુનારા વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ મુજબ ગત તા. 9 માર્ચે સાંજે 7 વાગે પિન્ટુ ઠક્કર સહિતના લોકો હાથમાં લોખંડની પાઇપ લઈને આવ્યા હતા, જ્યાં કપિલાબેન અને તેમના પુત્રને ગાળો બોલવા લાગ્યા હતા. મામલો વધારે બિચકતા પિન્ટુ ઠક્કરે કપિલાબેનને કપાળમાં લોખંડની પાઇપનો સપાટો માર્યો હતો. સાથે જ તેમના પુત્ર સંજયને માર મારી ધમકી આપી હતી. આ ધમકી અગાઉ થયેલા ઝઘડાના સંદર્ભે આપવામાં આવી હતી. હાલમાં આનંદનગર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.