અમદાવાદ : ગાંધી આશ્રમમાં ગુંજી ઉઠયું બાપુનું પ્રિય ભજન, નિર્વાણદિને યોજાઇ પ્રાર્થના સભા

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના 74માં નિર્વાણ દિનના અવસરે સાબરમતીના ખાતે આવેલા ગાંધી આશ્રમમાં ખાતે પ્રાર્થના સભા યોજવામાં આવી

New Update
અમદાવાદ : ગાંધી આશ્રમમાં ગુંજી ઉઠયું બાપુનું પ્રિય ભજન, નિર્વાણદિને યોજાઇ પ્રાર્થના સભા

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના 74માં નિર્વાણ દિનના અવસરે સાબરમતીના ખાતે આવેલા ગાંધી આશ્રમમાં ખાતે પ્રાર્થના સભા યોજવામાં આવી જેમાં બાપુના પ્રિય ભજનની ગુંજથી આશ્રમ ગુંજી ઉઠયો હતો.

અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલાં ગાંધી આશ્રમ ખાતે ગાંધી નિર્વાણ દિનના અવસરે પ્રાર્થનાસભા યોજવામાં આવી હતી. પ્રાર્થનાસભાના પ્રારંભે બે મિનિટનું મૌન પાળી ગાંધીજીને શ્રધ્ધાજલિ અર્પણ કરવામાં આવી. સભામાં ઉપસ્થિત લોકોને ગાંધીજીના વિચારો પર ચાલવા માટે આહવાન કરવામાં આવ્યું. મહાત્મા ગાંધીજીના સૌથી પ્રિય ભજન વૈષ્ણવ જનની ગુંજથી આશ્રમ ગુંજી ઉઠયું હતું. આશ્રમની મુલાકાતે આવેલા શાળાના બાળકોને ગાંધીજીના વિચારો વિશે વિસ્તૃત સમજુતી આપવામાં આવી.

ગાંધી આશ્રમની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થયા છે તેના મકાન પણ બહુ જુના થઇ ગયાં છે. આ મકાનોમાં વલસાડી સાગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે આ વલસાડી સાગના બદલે અન્ય લાકડાનો ઉપયોગ કરવા મંજુરી આપી દેવામાં આવી છે. આ ઉપરાંત હાલ આશ્રમની વચ્ચે મુખ્ય રોડ પસાર થઇ રહ્યો છે જેના કારણે વાહન વ્યવહાર પણ ભારે પ્રમાણ હોવાથી આશ્રમ બે ભાગ થઇ ગયા છે તેને ફરી એક કરવામાં આવશે. આગામી દિવસોમાં ચંદ્રભાગા નદી બાજુ ખાડાવાળી જમીન સરખી કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

Latest Stories