અમદાવાદ : ખાનગી સ્થળોએ જતાં પહેલાં ધ્યાન રાખજો, રસીના બંને ડોઝ લીધાં હશે તો જ મળશે પ્રવેશ

New Update
અમદાવાદ : ખાનગી સ્થળોએ જતાં પહેલાં ધ્યાન રાખજો, રસીના બંને ડોઝ લીધાં હશે તો જ મળશે પ્રવેશ

અમદાવાદમાં સરકારી બાદ હવે ખાનગી સ્થળોએ પણ વેકસીનના બંને ડોઝ નહિ લેનારા લોકોને પ્રવેશ આપવામાં આવશે નહિ અમદાવાદ શહેરના નાગરિકોને કોવિડ-19 રોગોથી રક્ષણ મળે તે માટે મોટાપાયે વેક્સીનેશન કામગીરી ચાલી રહી છે . જે અંતર્ગત શહેરમાં 100% વેક્સીનેશન કામગીરી પૂર્ણ થાય તે માટે એએમસી તબક્કાવાર નિર્ણય કરી રહી છે. એએમસીએ પહેલા સરકારી ઓફિસ અને સરકારી ટ્રાન્સપોર્ટ માં પ્રવેશ માટે વેક્સીન ફરજીયાત કરી હતી અને હવે પ્રાઈવેટ પ્રિમાઈસીસમાં વેક્સીન ફરજીયાત કરી છે.

શહેરમાં શોપિંગ મોલ, સિનેમા ગૃહ, ક્લબ, કોમર્શિયલ કોમ્પલેક્ષ, પાર્ટી પ્લોટ, હોટલ- રેસ્ટોરન્ટ, ધાર્મિક સ્થળ, પર્યટન સ્થળો, મોટી સોસાયટીમાં પણ વેક્સીન ફરિજયાત કરી દીધી છે શહેરમાં નાગરિકો કે જેમણે પ્રથમ ડોઝ લીધો હોય અને બીજા ડોઝની પાત્રતા હોવા છતાં લીધો ન હોય તો તેમને આવા તમામ એકમો ખાતે પ્રવેશ આપવાનો રહેશે નહીં. એએમસી તરફથી અલગ - અલગ ટીમ બનાવવામાં આવી છે જે સમયાંતરે ચેકીંગ કરશે અલગ અલગ વોર્ડમાં ઝોનલ અધિકારીઓને જવાબદારી આપવામાં આવી છે.

Latest Stories