Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ:બાળ તસ્કરીના મોટા નેટવર્કનો પર્દાફાશ, રૂ.2 લાખની કિંમતે બાળકો વેચાઈ રહ્યો હોવાનો ખુલાસો

રાજ્યમાં બાળ તસ્કરીનું દુષણ ધીમે ધીમે વકરી રહ્યું વહે, ત્યારે આ મુદ્દો પોલીસ માટે પણ એક ચિંતાનો વિષય બની ગયો છે.

X

રાજ્યમાં બાળ તસ્કરીનું દુષણ ધીમે ધીમે વકરી રહ્યું વહે, ત્યારે આ મુદ્દો પોલીસ માટે પણ એક ચિંતાનો વિષય બની ગયો છે. આવી સ્થિતિ વચ્ચે વધુ એક દંપતિને બાળક સાથે પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે. જેમાં બાળ તસ્કરી કરતા થાણેના દંપતિની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

મૂળ થાણેના બિપીન ઉર્ફે બંટી શિરસાહ અને મોનિકા શિરસાહની બાળ તસ્કરીના ગુનામાં અમદાવાદના રણાસણ રેલ્વે ક્રોસિંગ પાસેથી ધરપકડ કરવામાં આવી છે. આ દંપતી આરોપી પાસેથી પોલીસને 15 દિવસનું બાળક પણ મળી આવ્યું છે. જે નવજાત બાળકના માતા પિતા કોણ છે, તે અંગે જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે ચોંકાવનારા ખુલાસા થયા હતા.પકડાયેલ દંપતી આ બાળક હિંમતનગર પાસેથી રેશમ રાઠોડ નામની વ્યક્તિ મારફતે રૂપિયા 2 લાખ 10 હજારમાં લાવ્યા હતાં. જે નવજાત બાળક હૈદરાબાદ ખાતે ઉમા બોમ્માડા નામની એજન્ટને વેચવા માટે જઇ રહ્યા હોવાનું ખુલ્યું છે. જોકે, આ નવજાત બાળક હકીકતમાં કોનું છે, આ બાળક કેવી રીતે પહોચ્યું તે અંગે પોલીસે તપાસ શરૂ કરી મૂળ માતા-પિતા સુધી પહોચવા માટે તજવીજ શરૂ કરી છે. તપાસમાં આ સિવાય પણ અન્ય ચોંકાવનારા ખુલાસા થયા છે. એટલું જ નહીં, બાળ તસ્કરી નું નેટવર્ક આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.

Next Story