/connect-gujarat/media/post_banners/0cb86d8fbdec11d11950f4ab109ac39f016ac2e7a5305da47b33895f4b9176da.jpg)
ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા બે દિવસની ગુજરાતની મુલાકાતે પધાર્યા છે ત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
ભાજપ રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ તેજસ્વી સૂર્ય બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા અમદાવાદ એરર્પોટ પર તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઢોલ નગારાના નાદ સાથે યુવા સાંસદને આવકારવામાં આવ્યા હતા અને ત્યાર બાદ રોડ શો યોજાયો હતો. તેજસ્વી સૂર્ય બે દિવસ દરમ્યાન અમદાવાદ,વડોદરા,મહેસાણામાં વિવિધ કાર્યક્રમ ભાગ લઇ રાજ્યમાં યુવાનોને સંબોધશે. આ પ્રસંગે યુવા મોરચાના અધ્યક્ષ તેજસ્વી સૂર્યા અને યુવા ગૃહ પ્રધાન હર્ષ સંઘવી સાથે કનેક્ટ ગુજરાતે વિશેષ વાતચીત કરી હતી જેમાં તેઓએ અનેક સવાલોના જવાબ આપ્યા હતા