અમદાવાદ: શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં એક વ્યક્તિની પાવડાના ઘા મારી ઘાતકી હત્યા,જુઓ CCTV

વસ્ત્રાપુર તળાવમાં મજૂરીકામ અને ચોકીદારનું કામ કરતાં વ્યક્તિની ઘાતકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે

New Update
અમદાવાદ: શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં એક વ્યક્તિની પાવડાના ઘા મારી ઘાતકી હત્યા,જુઓ CCTV

અમદાવાદમાં વધતા હત્યાના બનાવો વચ્ચે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. વસ્ત્રાપુર તળાવમાં મજૂરીકામ અને ચોકીદારનું કામ કરતાં વ્યક્તિની ઘાતકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

Advertisment

અમદાવાદના વસ્ત્રાપુર તળાવમાં રિટર્નિંગ દીવાલ બનાવવાનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા ચાલી રહ્યું છે. ગઈકાલે રાતે તળાવ પાસેથી 30 વર્ષીય મજૂર લાલા સંગાડાનો ખાટલામાંથી મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહના ગળા તથા માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઈજા થયેલી હતી. આ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને ઓળખ કરાવી હતી.પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપસ્યા ત્યારે એક અજાણી વ્યક્તિ ખાટલા પર સૂતેલા મજૂરને બાજુમાં પડેલો પાવડો લઈને આડેધડ ઘા મારવા લાગી હતો. મજૂર સૂતો હતો, જેથી બચવાનો વધારે પ્રયત્ન પણ ના કરી શક્યો. હત્યારાએ ઉપરાછાપરી માથા અને ગળામાં 11 ઘા મારતા મજૂરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યારો હત્યા કરીને શાંતિથી ચાલતો ચાલતો પાવડો લઈને જતો પણ CCTVમાં દેખાઈ રહ્યો છે

Advertisment
Read the Next Article

અમદાવાદ: સાણંદમાં 19 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી

પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી

New Update
Sanand Murder
અમદાવાદ ગ્રામ્યના સાણંદ વિસ્તારમાં 19 વર્ષીય યુવકનીહત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાની જાણ સાણંદ GIDC પોલીસે તપાસ કરતાહત્યાનો આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર નિકળ્યો છે. જેણે પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી છે.
Advertisment
મૃતક યુવક સાણંદ તાલુકાના જોલાપુર ગામમાં પાનનો ગલ્લોચલાવતો હતો. 21મી મેના રાત્રે મૃતક જ્યારે પાનના ગલ્લે બેઠો હતો ત્યારે સગીરયુવક ત્યા આવ્યો હતો. અને ગુટકા લેવાના બહાને મૃતક સાથે વાતચીત હાથ ઘરી હતી. મૃતકજ્યારે ગુટકા લેવા માટે બેધ્યાન થયો ત્યારે સગીરે તેની પાસે રહેલ છરીના 2-3 ઘા મૃતકની છાતીમાં ઝીંકી દીધા હતા.
આ ઘટના નજરે જોનાર વ્યક્તિઓએ તુરંત પોલીસને જાણ કરીને મૃતકનેપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સારવાર માટે ખસેડ્યો હતો. જોકે ફરજ પર હાજર ડોક્ટરોએભરતને મૃત જાહેર કર્યો હતો. જેને લઈ સાણંદ GIDC પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીયછે કે મૃતક યુવકની પ્રેમ સંબંધમાં હત્યા કરવામાં આવી છે મૃતક ભરત અને સગીરની બહેન વચ્ચે છેલ્લા 2 વર્ષથી પ્રેમસંબંધ હતો અને અગાઉ 6 મહિના પહેલા જ સગીર યુવકે તેની બહેન સાથેના પ્રેમસંબંધ બાબતેમૃતક વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં સગીર યુવકે તેની બહેન સાથે પ્રેમ સંબંધ ન રાખવાતેમજ વાતચીત ન કરવા માટે ધમકી આપી હતી.
Advertisment