New Update
અમદાવાદમાં વર્ષોથી ઉત્તરાયણના પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે પણ છેલ્લા બે વર્ષથી ઉત્તરાયણની ઉજવણીને કોરોનાની મહામારી ફીકકી પાડી રહી છે. કોરોનાના કેસ ઓછા થયા બાદ સરકારે તહેવારોની ઉજવણીની છુટછાટ આપી છે.
ચાલુ વર્ષે ઉત્તરાયણ પહેલાં જ કોરોનાની મહામારીએ માથુ ઉચકયું છે. લોકો મોટી સંખ્યામાં ધાબા પર એકત્ર ન થાય તે માટે સરકારે ડીજે વગાડવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે જેના કારણે પતંગરસિયાઓ નિરાશ થયા હતાં. અમદાવાદના સોલા હાઉસિંગ ખાતે ઉત્તરાયણની ઉજવણી કરાય હતી.
Latest Stories