/connect-gujarat/media/post_banners/c35e6fc1b9c5159ea1fd00fde37b359f98ba59823f1c1721bc4d6b10d6f90cc6.jpg)
પોતાના કંઠના કારણે વિશ્વભરમાં નામના મેળવનારા લતા મંગેશકરના નિધનથી તેમના ચાહકો શોકમાં ગરકાવ છે. અમદાવાદના ખોખરા વિસ્તારના રહીશોએ લતા દીદીને શ્રધ્ધાજલિ અર્પણ કરી હતી.
પદ્મશ્રી લતા દીદીની આજે સવારે નિધન થતા દેશભરમાં શોકનો માહોલ ફેલાયો છે. જ્યારે દેશભરમાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં પણ ખોખરા ખાતે સ્થાનિક રહીશો અને કલાકારોએ લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમની યાદમાં તેમના કંઠે ગવાયેલા ગીતો ગાવામાં આવ્યાં હતાં. લતા દીદીની ખોટ આજીવન કોઈ પુરી નહિ કરી શકે. અત્રે ઉલ્લેખનીય છે કે, લતા મંગેશકર ઘણા સમયથી ખરાબ સ્વાસ્થયના કારણે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઇ રહયાં હતાં. રવિવારે તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધાં હતાં. તેમના નિધનના સમાચારથી શોકનો માહોલ છે.