Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ:CM ભુપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યના 99 પોલીસકર્મીઓને મેડલ એનાયત કરાયા

ગુજરાત પોલીસ ફોર્સના 99 અધિકારી-કર્મચારીઓને પ્રશંસનીય અને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલા મેડલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એનાયત કર્યા હતા

X

ગુજરાત પોલીસ ફોર્સના 99 અધિકારી-કર્મચારીઓને પ્રશંસનીય અને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલા મેડલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એનાયત કર્યા હતા. આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા સહિત સિનિયર અધિકારીઓ ઉપસ્થિત હતા.

અમદાવાદ ખાતે જીએમડીસી કન્વેન્શન હોલમાં પોલીસ ચંદ્રક અલંકરણ 2022 કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યના પોલીસ અધિકારીઓની કામગીરીને ધ્યાને રાખીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કુલ 99 પોલીસ અધિકારીઓનું એવોર્ડ આપી સન્માન કરાયું હતું. જેમાંથી 10 અધિકારીઓને વિશિષ્ટ સેવા મેડલ આપી સન્માનિત કરાયા છે. જ્યારે 89 અધિકારીઓને પ્રશંસનીય સેવા મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.પોલીસ ચંદ્રક અલંકરણ સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસના જાંબાઝ પોલીસ જવાનોને બિરદાવવાનો આ સુવર્ણ અવસર છે. ગુજરાતની પ્રજા એક સમયે ભારે માનસિક તણાવ વચ્ચે જીવતી હતી પણ 2002 પછી નરેન્દ્ર મોદીની સરકારમાં પોલીસની ઉત્તમ કામગીરીને લઈ ભય મુક્ત બની છે.

Next Story