36મી નેશનલ ગેમ્સ-2022અંતર્ગત સી.એમ.ભુપેન્દ્ર પટેલની હાજરીમાં અમદાવાદ ખાતે ગો ફોર ગોલ્ડ નામનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સી.એમ.દ્વારા ગુજરાતનાં ખેલાડીઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.
36મી નેશનલ ગેમ્સ-2022અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અમદાવાદ ખાતે "Go For Gold" કાર્યક્રમ યોજાયો હતો . જેમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ખેલાડીઓની તૈયારી અને સરકારની જવાબદારી સંગમથી ખેલકૂદ ક્ષેત્રે ધાર્યા પરિણામ પ્રાપ્ત કરી શકાશે. મુખ્યમંત્રીશ્રીએ ૩૬મી નેશનલ ગેમ્સમાં ભાગ લેવા જઇ રહેલા ગુજરાતના રમતવીરો ને 'ગો ફોર ગોલ્ડ'નો ખેલ મંત્ર આપ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે સ્પોર્ટ્સમાં રસ ધરાવતા ગુજરાતના દરેક રમતવીરને ગુણવત્તાયુક્ત સુવિધાઓ પ્રાપ્ત કરાવવા માટે રાજ્ય સરકાર તેમની પડખે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલ મહાકુંભની પરંપરા શરૂ કરાવતા આ પ્રતિભાને પ્લેટફોર્મ મળ્યું છે. દાળભાત ખાનારા તરીકે આપણી છાપ ગુજરાતના રમતવીરો હવે ભૂંસી નાખી છે. તેમણે કહ્યું કે 36મી નેશનલ ગેમ્સના સફળ આયોજનની પૂર્વ તૈયારી થી ગુજરાતમાં ભવિષ્યમાં ઓલમ્પિક ગેમ્સ આયોજનની પીઠિકા તૈયાર થઈ રહી છે.