/connect-gujarat/media/post_banners/827f7298eacd5f195f459f2a03b93dacc6563fc332b294365065d4881e4fe03c.jpg)
અમદાવાદના જી.એમ.ડી.સી.ગ્રાઉન્ડ પર સી.એમ.ભુપેન્દ્ર પટેલે નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સરકારના અનેક મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા
રાજ્યમાં 26મી સપ્ટેમ્બરના રોજથી 2 વર્ષ બાદ નવરાત્રીનો ભવ્ય આરંભ થયો છે ત્યારે નોરતાના પ્રથમ દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજય સરકારના પ્રવાસન અને યાત્રાધામ વિભાગ તેમજ યુવક સેવા સંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવનો અમદાવાદ જી એમ ડી સી ગ્રાઉન્ડમાં પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટેના ચીફ જસ્ટીસ અરવિંદ કુમાર, મંત્રી પૂર્ણશ મોદી,જગદીશ વિશ્વકર્મા, અરવિંદ રૈયાણી, સાંસદો, ધારાસભ્યો અમદાવાદના મેયર તેમજ વરિષ્ઠ સચિવો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા