Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: અત્યાધુનિક કોમ્પ્રિહેન્સિવ ટ્રાન્સપ્લાન્ટ યુનિટીની CM ભુપેન્દ્ર પટેલે કરાવી શરૂઆત

અમદાવાદની મૈરિંગો સિમ્સ હોસ્પિટલ દ્વારા પ્રથમ અને અત્યાધુનિક કોમ્પ્રિહેન્સિવ ટ્રાન્સપ્લાન્ટ યુનિટની શરૂઆત સી.એમ.ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવી હતી

X

અમદાવાદની મૈરિંગો સિમ્સ હોસ્પિટલ દ્વારા પ્રથમ અને અત્યાધુનિક કોમ્પ્રિહેન્સિવ ટ્રાન્સપ્લાન્ટ યુનિટની શરૂઆત સી.એમ.ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવી હતી.

અમદાવાદ સિમ્સ હોસ્પિટલ એક આગવી ઓળખ ધરાવે છે ત્યારે હોસ્પિટલ દ્વારા કોમ્પ્રિહેન્સિવ ટ્રાન્સપ્લાન્ટ યુનિટનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો.હોસ્પિટલ દ્વારા કોમ્પ્રિહેન્સિવ ટ્રાન્સપ્લાન્ટ યુનિટ કાર્યરત થવાથી અનેક લોકોને જીવનદાન મળશે.આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા પ્રજાજનોને આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ સુવિધાઓ આપવામાં આવી રહી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દુનિયામાં ગુજરાત દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આજે ગુજરાતમાં ટ્રાન્સપ્લાન્ટની સારામાં સારી સુવિધા સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.આપણી પ્રાચીન સંસ્કૃતિમાં પણ આર્કિટેક્ચર, સાયન્સ અને મેડિકલ ટ્રાન્સપ્લાન્ટ જેવા ઉદાહરણ રહેલા છે.ગણેશજી આવા ટ્રાન્સપ્લાન્ટનું ઉત્તમ ઉદાહરણ છે એમ તેમણે ઉમેર્યું હતું.

Next Story