Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : CM ભુપેન્દ્ર પટેલના હસ્તે 5 વર્ષથી બંધ અનુપમ બ્રિજ ખુલ્લો મુકાયો, 1 લાખથી વધુ રાહદારીઓને રાહત થશે

અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલ અનુપમ રેલવે ઓવરબ્રિજ છેલ્લા 5 વર્ષથી બંધ હતો. કારણ કે આ બ્રિજનું સમારકામ ચાલતું હતું.

X

રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા પ્રતિ દિવસ વધી રહી છે ત્યારે પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદને જોડતો મહત્વનો અનુપમ રેલવે ઓવરબ્રિજ આખરે 5 વર્ષના લાંબા સમય બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે ખુલ્લો મૂકતાં આખરે અહીં રહેતા સ્થાનિકોને રાહત મળી છે.

અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલ અનુપમ રેલવે ઓવરબ્રિજ છેલ્લા 5 વર્ષથી બંધ હતો. કારણ કે આ બ્રિજનું સમારકામ ચાલતું હતું. જેને કારણે પ્રતિ દિવસ 1 લાખથી વધુ લોકોને અવરજવર કરવામાં ઘણી મુશ્કેલી પડી રહી હતી અને અંદાજિત 2 કિલોમીટર ફરીને પોતાના સ્થાને પહોંચ્યા હતા, પણ આખરે 5 વર્ષ બાદ બ્રિજનું કામ પૂર્ણ થતા ગઇકાલે રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન કરી પબ્લિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ બ્રિજ પરથી રોજના લાખો લોકો અવરજવર કરે છે 5 વર્ષ પહેલા જ્યારે બ્રિજ બંધ કરવામાં આવ્યો ત્યારે તે બ્રિજ પર ગાબડું પડ્યું હતું અને ત્યારથી આ બ્રિજ બંધ હતો. અનેકવાર સ્થાનિક લોકોએ આ બ્રિજ વહેલા ચાલુ થાય તેના માટે વિરોધ પણ કર્યો હતો. પરંતુ આખરે 5 વર્ષ બાદ બ્રિજ તૈયાર થયો અને લોકોને પડતી મુશ્કેલીઓ દૂર થઈ આ બ્રિજ ચાલુ થતાં હવે સમય અને ખર્ચ પણ બચશે.

Next Story