Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : સીએમ પટેલે શહેરી ગૃહનિર્માણ વિભાગના કામગીરીની કરી સમીક્ષા

સી.એમ.એ કરી ગૃહ નિર્માણ વિભાગની સમીક્ષા, પડતર પ્રશ્નો હલ કરવા અધિકારીને તાકીદ.

X

નવ નિયુક્ત મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેના નવા મંત્રીઓ એક્શનમાં છે. સીએમએ શહેરી વિકાસ-શહેરી ગૃહનિર્માણ વિભાગની કામગીરીની સમીક્ષા હાથ ધરી હતી અને પડતર પ્રશ્નો અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના વરિષ્ઠ સચિવ તથા અધિકારીઓની બેઠક ગાંધીનગરમાં યોજીને આ વિભાગની કામગીરીની સમીક્ષા હાથ ધરી હતી. સીએમ ભુપેન્દ્ર પટેલ નગરોમાં લાઈટ, પાણી, ગટર અને રસ્તા જેવા મૂળભૂત જરૂરિયાતના કામની સ્થિતિ અંગે જાણકારી મેળવી માર્ગદર્શન આપ્યું હતું.

રાજ્ય સરકારે રૂ. ૧૩૪૯૨ કરોડ શહેરી વિકાસના બજેટમાં ફાળવેલા છે તેમજ રૂ. ૪૬૧૨ કરોડ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ફાળવાયા છે, ત્યારે તેના કામોની વિસ્તૃત જાણકારી પ્રાપ્ત કરી હતી. શહેરી વિકાસ વિભાગની સર્વગ્રાહી કામગીરી, પ્રેઝન્ટેશન શહેરી વિકાસ અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરી કર્યુ હતું.

આ બેઠકમાં રાજ્ય મંત્રી વિનોદ મોરડીયા અને શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના વરિષ્ઠ સચિવ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

Next Story