અમદાવાદ : દિલ્હી અને પંજાબના CMએ કર્યા શાહીબાગ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરે દર્શન...

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની અમદાવાદ મુલાકાતનો આજે બીજો દિવસ છે

New Update
અમદાવાદ : દિલ્હી અને પંજાબના CMએ કર્યા શાહીબાગ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરે દર્શન...

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની અમદાવાદ મુલાકાતનો આજે બીજો દિવસ છે, ત્યારે બન્ને મુખ્યમંત્રીઓએ શાહીબાગ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરની મુલાકાત સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા હતા.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 2 દિવસથી ગુજરાતના અમદાવાદની મુલાકાતે છે, ત્યારે આજે સવારે બન્ને મુખ્યમંત્રીઓએ શાહીબાગ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરવા આવ્યા હતા, જ્યાં મંદિર પરિસરમાં પહેલેથી જ પોલીસની સિક્યુરીટી લગાવી દેવામાં આવી હતી. દરેક વ્યક્તિને ચેક કરીને મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો,

જ્યારે બન્ને મુખ્યમંત્રી પહોચ્યા ત્યારે તેમનું સ્વાગત કરવા માટે અમદાવાદ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ જે.જે.મેવાડા સહિત અન્ય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. સ્વામિનારાયણ મંદિરમાં 30 મિનિટ સુધી બન્ને મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા. સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી અભિષેક પણ કર્યો હતો. સાથે જ મંદિરના મહંત સ્વામી સાથે મુલાકાત કર્યા બાદ પરત હોટલ જવા રવાના થયા હતા.

Latest Stories