અમદાવાદ: આત્મનિર્ભરતાને ટાંકી સી.એમ.નું નિવેદન "ફોરેન જવાનું ઓછું રાખો"

સીમએ સંબોધનમાં એક ટકોર કરતા જણાવ્યુ હતું કે ભારત આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે હવે ફોરેન જવાનું ઓછુ રાખો.

New Update
અમદાવાદ: આત્મનિર્ભરતાને ટાંકી સી.એમ.નું નિવેદન "ફોરેન જવાનું ઓછું રાખો"

રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન નવનિયુક્ત ટીમના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી જેમાં તેઓએ સંબોધનમાં એક ટકોર કરતા જણાવ્યુ હતું કે ભારત આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે હવે ફોરેન જવાનું ઓછુ રાખો.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એસ.જી.હાઇવે પર આવેલી વાય.એમ.સી ક્લબ ખાતે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન નવનિયુક્ત ટીમના શપથગ્રહણમાં હાજરી આપી હતી.આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીનું શાલ ઉઢાડી -મોમેન્ટો ભેટ આપી સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી,ઘારાસભ્ય રાકેશ શાહ,અમદાવાદ મહાનગર પાલિકાના પૂર્વ મેયર અમિત શાહ અને જૈન સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન નવનિયુક્ત કાર્યક્રમમાં હાજરી આપતા તેમણે જણાવ્યુ હતુ કે ભારતના વડાપ્રધાન અને આપણા રાજ્યના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં દેશનો અવિરત રીતે વિકાસ થઇ રહ્યો છે.સીએમે ટકોર કરતા કહ્યું કે અમારી સ્થિતિ કઈ પણ હોઈ કોઈને ધક્કા નહિ ખવડાવીએ કા તમે મને સમજાવો અથવા હું તમને સમજાવી દઈશ દેશ આત્મનિર્ભર તરફ આગળ વધી રહ્યો છે તો હવે ફોરેન જવાનું ઓછું કરે તેવી ટકોર પણ કરી હતી