અમદાવાદ: CNGનો ભાવ ફાટીને ધુમાડે, ભાવ વધારાના કારણે સામાન્ય લોકોની કફોડી હાલત

રાજ્યમાં ચૂંટણી પૂર્ણ થયા પછી ફરી એકવાર જાણે ભાવ વધારાની મોસમ શરૂ થઈ ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

અમદાવાદ: CNGનો ભાવ ફાટીને ધુમાડે, ભાવ વધારાના કારણે સામાન્ય લોકોની કફોડી હાલત
New Update

રાજ્યમાં ચૂંટણી પૂર્ણ થયા પછી ફરી એકવાર જાણે ભાવ વધારાની મોસમ શરૂ થઈ ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અદાણી દ્વારા ગેસના ભાવમાં વધારો કર્યો છે. સીએનજીના ભાવમાં વધારો થતા ગેસ સંચાલિત વાહનોનો ઉપયોગ કરનારા વાહનચાલકોને ઝટકો લાગ્યો છે.

રાજ્યમાં ફરી એકવાર અદાણી દ્વારા CNGના ભાવમાં એક રૂપિયાનો વધારો કરવામાં આવતા પ્રતિ કિલો CNGનો નવો ભાવ 80 રૂપિયાને પાર થઈને 80.34 રૂપિયા થઈ ગયો છે. ભાવ વધારા પહેલા જૂનો ભાવ 79.34 રૂપિયા હતો.પાછલા અઠવાડિયે ગુજરાત ગેસ દ્વારા પણ CNGના ભાવમાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો અને જેની સાથે તેનો નવો ભાવ 78.52 રૂપિયા પહોંચી ગયો હતો. જેના કારણે સામાન્ય માણસને પોતાનું ઘર ચલાવવું અઘરું પડી રહ્યું છે. કારણકે તમામ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ સાથે મોંઘી થતી જાય છે ત્યારે વાહના ચાલકો કહી રહ્યા છે કે ગેસ કંપની દ્વારા અવારનવાર ભાવ વધારો કરવામાં આવે છે જેના કારણે તેઓની હાલત કફોડી બની છે

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Ahmedabad #Price #gas #hike #CNG #price increase
Here are a few more articles:
Read the Next Article