ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને લઈને તમામ પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી છે અને આજથી સમગ્ર રાજ્યમાં જન જાગરણ અભિયાનની શરૂઆત કરી છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને લઈને તમામ રાજકીયપક્ષો તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી છે અને આજથી રાજયભરમાં જન જાગરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં જન જાગરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. મોંઘવારી મુદ્દે લોકોમાં જાગૃતિ લાવવા કોંગ્રેસે પ્રયાસ શરૂ કર્યો છે. જેમાં કોરોના મહામારી, મોંઘવારી અને બેરોજગારી મુદ્દે કોંગ્રેસનું અભિયાન શરૂ કર્યું છે. 29મી તારીખ સુધી તમામ જિલ્લા અને તાલુકા મથકે કોંગ્રેસનું જન જાગરણ અભિયાન ચાલશે.
અમદાવાદ: 2022ની ચૂંટણી માટે કોંગ્રેસનું એક્શન પ્લાન; આજથી જન જાગરણ અભિયાનની શરૂઆત
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને લઈને તમામ પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી છે
New Update
Latest Stories