Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: બિલકિસ બાનો કેસમાં આરોપીઓને જેલ મુક્ત કરાતા કોંગ્રેસે ભાજપ સરકાર પર કર્યા પ્રહાર

ગુજરાત તોફાન વખતે 5 મહિનાની પ્રેગ્નેન્ટ એવી બિલકિસ બાનો પર ગેંગરેપ કેસમાં તમામ દોષીઓને ગુજરાત સરકારે 15 ઓગસ્ટ છોડી દીધા હતા હવે આ મામલે રાજનીતિ શરૂ થઈ છે

X

ગુજરાત તોફાન વખતે 5 મહિનાની પ્રેગ્નેન્ટ એવી બિલકિસ બાનો પર ગેંગરેપ કેસમાં તમામ દોષીઓને ગુજરાત સરકારે 15 ઓગસ્ટ છોડી દીધા હતા હવે આ મામલે રાજનીતિ શરૂ થઈ છે કોંગ્રેસ દ્વારા આ મુદ્દે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારને ઘેરવામાં આવી છે રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા પવન ખેરાએ આ મુદ્દે અનેક સવાલો ઉભા કર્યા છે

ગુજરાતમાં ગોધરા તોફાન સમયે લીમખેડામાં રહેતી બિલકિસ બાનોની સાથે સામુહિક દુષ્કર્મની ઘટના ઘટી હતી. આ દરમિયાન તેના પરિવારના 7 લોકોની હત્યા પણ કરી દેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ પર CBIએ આ કેસની તપાસ કરી હતી અને 2004માં 11 આરોપીની ધરપકડ કરી હતી. 2008માં CBIએ તમામ આરોપીને દોષી ઠેરવ્યા હતા અને આજીવન જેલની સજા આપી હતી.રાજ્ય સરકારની રેમીશન પોલીસી હેઠળ આરોપીને છોડી દેવામાં આવ્યા છે.

ત્યારે હવે કોંગ્રેસે આ મામલે ગંભીર પ્રહારો કર્યા છે રાષ્ટ્રીય કોંગ્રેસ પબ્લિસિટીના ચેરમેન પવન ખેરાએ આ મુદ્દે અમદાવાદમાં મીડિયાને સંબોધતા જણાવ્યું કે દેશ જ્યારે ૭૫મો અમૃત મહોત્સવ મનાવતો હતો ત્યારે ગુજરાત સરકારે આ આરોપીને જેલ મુક્ત કર્યા હતા તેમણે આરોપ લગાવતા કહ્યું કે આ નિર્ણય લેતા પહેલા પીડિત બિલ્કિસબાનોની સુરક્ષાને લઈ તેંને વિશ્વાસમાં લેવામાં આવી હતી કે નહીં ? આ સરકાર દુષ્કર્મના આરોપીને પણ હિન્દુ મુસ્લિમ ચશ્માથી જોવે છે કોંગ્રેસ આ સહન નહીં કરે કોંગ્રેસે માંગણી કરી કે ગુજરાત સરકાર આ નિર્ણય મુદ્દે ફેર વિચારણા કરે તેમણે પીએમ પર નિશાન તાકતાં કહ્યું કે મોદી કેમ મૌન છે ? દિલ્હીમાં નિર્ભયાના આરોપીઓને ફાંસીની માંગણી કરનાર ભાજપ બિલ્કિસબાનું મુદે રાજનીતિ કરે છે

Next Story