અમદાવાદ: કોંગ્રેસનાં નેતા કૈલાશ ગઢવીએ આખરે પંજો છોડી ઝાડુ પકડ્યું,જુઓ કોંગ્રેસ પર શું કર્યા પ્રહાર

કોંગ્રેસના પૂર્વ પ્રવકતા અને આગેવાન કૈલાશ ગઢવી આજરોજ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા તેમની સાથે 10 જેટલા આગેવાનોએ પણ આપનું ઝાડુ પકડ્યું હતું

New Update

27 વર્ષથી કોંગ્રેસમાં પોતાની જવાબદારી નિભાવતા કૈલાશદાન ગઢવી આખરે કોંગ્રેસ સાથે છેડો ફાડી ઝાડુ પકડી ગંદકી સાફ કરવા નીકળ્યા છે. કૈલાશદાન ગઢવી 10 હોદેદારો અને કાર્યકર્તાઓ સાથે આપમાં જોડાયા છે. કૈલાશ ગઢવીએ જણાવ્યું હતું કે, આજે નવી ઇનિંગ રમવા જઈ રહ્યો છું.27 વર્ષથી અહંકારી સરકાર રહી છે. મહિલા, સુરક્ષા, આરોગ્ય અને શિક્ષણમાં કંઈ જ એવું નથી સરકારે કર્યું હોય. આજે નવી ઇનિંગ શરૂ કરું છું, જ્યાં નવું ગુજરાત જેમાં સુરક્ષા, શિક્ષણ મળે એવી વ્યવસ્થા ઉભી થાય એમાં જોડાઈએ. તેમણે વધુમાં કહ્યું કે, આજે 27 વર્ષ સુધી વિરોધ પક્ષ કોંગ્રેસ ભાજપને હરાવી શકી નથી. કોંગ્રેસમાં જીતવાની કમી છે. છેલ્લી ઘડીએ જીતનારાને બદલી દેવામાં આવતા હતા.પાર્ટીમાં જોડાતા પહેલાં કૈલાશ ગઢવીએ સાબરમતી ગાંધી આશ્રમ ખાતે ગાંધીબાપુને પુષ્પાંજલિ અર્પી હતી અને ત્યારબાદ બાઇક રેલી સાથે 100 વધુ કાર્યકર્તાઓ સાથે ગાંધીઆશ્રમ સિલ્વર હોટલ સિલ્વર કલાઉડ ખાતે આપના નેતાઓની હાજરીમાં જોડાયા હતા.

આ પ્રસંગે આમ આદમી પાર્ટીના નેતા ગુલાબસિંહ યાદવે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા અને આવનારા દિવસોમાં ગુજરાતમાં સત્તા પરીવર્તન આવશે એવો દાવો કર્યો હતો

Latest Stories