/connect-gujarat/media/post_banners/8fab98b48df18e6ee88aa968af18d0007ac7fdeb1e6007cbd4e556220ed55f74.jpg)
છેલ્લા અનેક મહિનાથી દેશ નાજુક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. આ નિવેદન છે રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા મનીષ તિવારીનું છે. મનીષ તિવારી આજે અમદાવાદની મુલાકાતે હતા ત્યારે તેમણે મીડિયાને સંબોધતા કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા
કોંગ્રેસના મોટા અને વરિષ્ઠ નેતા કેન્દ્રં સરકારની નિષ્ફળતા સામે અલગ અલગ રાજ્યોમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહયા છે ત્યારે આજે કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને કેન્દ્રની ભાજપ સરકાર સામે આરોપ લગાવ્યા હતા તેમેણે કહ્યું કે આજથી 7 વર્ષ પહેલાં કેન્દ્રમાં ભાજપની સરકાર બની હતી.5 મુદ્દા પર સરકાર નું મૂલ્યાંકન થતું હોય છે.આજે દેશની આર્થિક સ્થિતિ નાજુક છે.મોંઘવારીએ માજા મૂકી છે.મોંઘવારીએ અનેક લોકોની કમર તોડી છે. તો ભાજપ અને યુપીએ સરકારની સરખામણી કરતા કહ્યું કે 10 વર્ષથી UPA સરકાર હતી.જેમાં 27 કરોડ લોકોne ગરીબી રેખાથી ઉપર લીધા પણ કેન્દ્રની ભાજપ સરકારમાં છેલ્લા 7 વર્ષમાં 23 કરોડ લોકો પુનઃ ગરીબી રેખા હેઠળ આવ્યા છે. કેન્દ્ર આજે દેવામાં ડૂબી ગયું છે આઝાદ ભારતમાં આ પ્રથમ એવી સરકાર છે જેણે પેટ્રોલ ડીઝલ પર કર નાખ્યા છે અને જેમાં 25 લાખ કરોડની વસુલાત કરી છે જેથી સામાન્ય જનતા પીસાઈ રહી છે॰ મનીષ તિવારીએ આરોપ લગાવ્યો કે હવે જનતા સવાલ પૂછી રહી છે કે જે સપના દેખાડવામાં આવ્યા હતા તે કેમ પુરા નથી થતા