Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિ પર રાજકારણ, કોંગ્રેસના ભાજપ પર આક્ષેપ

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિ, ગાંધીનગર ખાતે ઉજવાયો કસુંબીનો ઉત્સવ કાર્યક્રમ.

X

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિ નિમિત્તે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે કસુંબીનો ઉત્સવ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા જો કે કોંગ્રેસે આ મામલે સરકાર પ્રહાર કર્યા હતા.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિ નિમિત્તે આજે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે કસુંબીનો ઉત્સવનો કાર્યક્રમnu આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત કસુંબીનો રંગ ઉત્સવ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો એ હાજરી આપી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ઝવેરચંદ મેઘાણીએ પત્રકારત્વ પણ કર્યું છે. મેઘાણીએ સૌરાષ્ટ્રની નેસડા ગામના લોકો સાથે મળી સાહિત્ય સર્જન પણ કર્યું હતું. રાષ્ટ્રીય શાયરનું બિરુદ મેળવનાર મેઘાણીએ આઝાદીની લડાઈમાં પણ ભાગ લીધો હતો. ઝવેરચંદ મેઘાણીની 125 વર્ષ ની જન્મ જયંતિની ઉજવણીમાં કાર્યક્રમમાં મુખ્યમંત્રી મેઘાણી જન્મભૂમિ ચોટીલામાં 5 કરોડના ખર્ચે ભવ્ય મ્યુઝિયમ બનાવવામાં આવશે તેવી જાહેરાત પણ કરી હતી.

કોંગ્રેસે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતીની ઉજવણી અંગે ભાજપ પર પ્રહાર કર્યા છે. ભાજપ સરકાર પર કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પ્રહાર કરતા કહ્યું હતું કે ભાજપ સરકારને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મ તારીખ પણ ખબર નથી ગુજરાતી પાઠ્યપુસ્તકમાં સરકારે ખોટી જન્મ તારીખ લખી છે.28 ઓગસ્ટના બદલે પાઠ્ય પુસ્તકમાં 17 ઓગસ્ટ જન્મ તારીખ છપાઈ છે. ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિની ઉજવણીના કાર્યક્રમમાં મેઘાણીનો જ ફોટો નથી. રાજ્ય સરકાર ઉજવણીના ફોટા ફંક્શન કરવાના બદલે ક્ષતિ સુધરે તેવું કરે. બેદરકારી નથી પરંતુ ગુનાઇત બેદરકારી છે.સરકાર તાત્કાલિક ધો.9 ના ગુજરાતી પાઠ્ય પુસ્તકની આ ભૂલમાં સુધારો કરે એવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

Next Story