અમદાવાદ : રાહુલ ગાંધીને મળેલી ઇડીની નોટિસને લઈને કોંગ્રેસની પત્રકાર પરિષદ, જુઓ કેવી ચીમકી ઉચ્ચારી..!

કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરા અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ : રાહુલ ગાંધીને મળેલી ઇડીની નોટિસને લઈને કોંગ્રેસની પત્રકાર પરિષદ, જુઓ કેવી ચીમકી ઉચ્ચારી..!
New Update

અમદાવાદ ખાતે કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરા અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રાહુલ ગાંધીને મળેલી ઇડીની નોટિસને લઈને વિરોધ પ્રદર્શન કરવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

અમદાવાદ ખાતે કોંગ્રેસ દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદ દરમ્યાન કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ જણાવ્યુ કે, નેશનલ હેરાલ્ડ કેસમાં ઇડીએ રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યુ છે. આવતીકાલે રાહુલ ગાંધી ઇડી દિલ્હી ખાતે સમન્સને પગલે હાજર રહેશે. જેને પગલે તા. 13 જૂનના રોજ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો હાજર રહી વિરોધ પ્રદર્શન તેમજ અમદાવાદ ઇડી ઓફિસનો ઘેરાવો કરશે. આ સાથે જ તેઓએ જણાવ્યુ હતું કે, કાયદા દ્વારા 'નોન ફોર પ્રોફિટ' કંપની ઉપર કોઈ પણ ડીવીડન્ડ, નફો, પગાર કે, અન્ય નાણાંકીય લાભ, મેળવવા ઉપર પ્રતિબંધ છે. તેથી સોનિયા ગાંધી રાહુલ ગાંધી કે, 'યંગ ઇન્ડિયા'ની અન્ય કોઈપણ વ્યક્તિ દ્વારા કોઈ લાભ કે, નફો અથવા નાણાકીય લાભનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ મહત્વનું નિવદેન આપતા જણાવ્યુ હતું કે, પાટીદાર સમાજના આગેવાનો સુરતના બારડોલી ખાતે એકત્ર થયા હતા. બારડોલીથી કાઢવામાં આવેલી બાઇક રેલીને જાણે રાજ્ય સરકારને ડર લાગતો હોય તેમ પોલીસને આગળ કરીને રોકવામાં આવી હતી. એટલું જ નહીં ભાજપ અને તેના મળતિયાઓ નેશનલ હેરાલ્ડને રૂ. 90 કરોડની લોન આપવાની બાબતને ગુન્હો ગણાવે છે. આ તદ્દન વાહિયાત અને બદઈરાદા પૂર્ણ છે, અને તે વાતને તુરત જ ફગાવી દેવી જોઈએ. રાજકીય પક્ષ દ્વારા લોન આપવાની બાબત ભારતમાં કોઈપણ કાયદા હેઠળ ગુન્હારૂપ બાબત નથી. તો પછી, કોંગ્રેસ પક્ષ દ્વારા વખતો વખત એસોસિએટેડ જર્નલ્સ લીમીટેડને રૂ. 90 કરોડની લોન આપવાની બાબત ફોજદારી ગુન્હો કેવી રીતે ગણી શકાય.

#Congress #Connect Gujarat #BeyondJustNews #Ahmedabad #Press Conference #Rahul Gandhi #Congress Gujarat #ED notice
Here are a few more articles:
Read the Next Article