અમદાવાદ: કોંગ્રેસે GMERSના વહીવટ પર ઉઠાવ્યા સવાલ,કૌભાંડના કર્યા આક્ષેપ

ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટીના વહીવટની ચકાસણી કેગ દ્વારા કરાવવાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

New Update

ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટીના વહીવટની ચકાસણી કેગ દ્વારા કરાવવાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી કૌભાંડનું ઘર બની ગઈ હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે.આ અંગે કોંગ્રેસના મુખ્ય પ્રવકતા મનીષ દોસીએ જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા જે લોકસભામાં જાહેરાત કરવામાં આવેલી કે આખા ભારતમાં 100 મેડિકલ કોલેજો નવી ખોલવામાં આવશે એમાંની પાંચ મેડિકલ કોલેજો રાજપીપળા,મોરબી,ગોધરા, નવસારી,પોરબંદર ગુજરાત ને ફાળવવામાં આવેલી છે અને તેની અંદર 60% કેન્દ્ર સરકાર આપી રહી છે આથી આ મેડિકલ કોલેજો સંપૂર્ણપણે સરકારી ગણાય એને ગુજરાત સરકાર કોઈપણ સંજોગોમાં GMERS માં લઈ જઈ ના શકે અને તેની ફી સંપૂર્ણ સરકારી લેવલની હોવી જોઈએ.
રાજયની પાંચ મેડિકલ કોલેજો રાજપીપળા, નવસારી, પોરબંદર, ગોધરા અને મોરબી મેડિકલ કોલેજો શરૂ કરવા માટે 60 ટકા રકમ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે, આ તમામ કોલેજોમાંથી 15 ટકા બેઠકો ઓલ ઇન્ડિયા કવોટા તરીકે પણ આપવામાં આવે છે.કોલેજોમાં સરકારીધોરણે ફી લેવાના બદલે મેડિકલ સોસાયટીમાં સામેલ કરીને લાખો રૂપિયા ફી ઉઘરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. ખરેખર મેડિકલ સોસાયટીના વહીવટની ચકાસણી કેગ દ્વારા કરવામાં આવે તો અનેક પ્રકારના ગોટાળા અને કૌભાંડો બહાર આવે તેમ છે. 
#Gujarat #Congress #CGNews #Ahmedabad #allegation #Scam #GMERS #Big Scam
Here are a few more articles:
Read the Next Article