Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ભાજપ ખાલી દિવા સ્વપ્નો બતાવે છે, કોંગ્રેસના નેતાઓનો આક્રોશ

કોંગ્રેસે અન્ન અધિકાર દિવસની કરી ઉજવણી, ભાજપની સમાંતર કોંગ્રેસના પણ કાર્યક્રમો.

X

રાજય સરકારે સુશાસનના પાંચ વર્ષની ઉજવણી અંતર્ગત ભાજપે અન્નોત્સવ ઉજવ્યો હતો તો સામે કોંગ્રેસે અન્ન અધિકાર દિવસ મનાવી રાજય સરકારની નિષ્ફળતાઓને છતી કરવાનો પ્રયાસ કર્યો હતો.

વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સાતમી ઓગષ્ટના રોજ પાંચ વર્ષ પુર્ણ કરી રહયાં છે ત્યારે રાજયમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. રવિવારથી શરૂ થયેલી ઉજવણી અંતર્ગત મંગળવારે અન્ન ઉત્સવની ઉજવણી કરાય હતી. જે અંતર્ગત ગરીબ લાભાર્થીઓને અન્નનું વિતરણ કરાયું હતું. રાજય સરકારના કાર્યક્રમોને સમાંતર કોંગ્રેસ પણ કાર્યક્રમો આપી રહી છે. મંગળવારે અમદાવાદમાં અગ્રીમ હરોળના નેતા સિધ્ધાર્થ પટેલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. રૂપાલી સિનેમા નજીક વિરોધ પ્રદર્શન યોજાયું હતું. મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો હાથમાં બેનર્સ સાથે ઉપસ્થિત રહયાં હતાં.

રવિવારના રોજથી રાજયમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યક્રમોના કારણે રાજકીય માહોલ ગરમાયો છે. કોંગી નેતા સિધ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે, સરકાર માત્ર ઉત્સવ ઉજવે છે. રાજ્યની ગરીબ જનતાને તેમના હકનું અનાજ પણ મળતું નથી. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓ મોંઘી થઇ છે છતાં આ સરકારના પેટનું પાણી પણ હલતું નથી. ભાજપના રાજમાં સપના દેખાડી લોકોને ઉલ્લુ બનાવી રહી છે.

Next Story