Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : બોટાદ લઠ્ઠાકાંડ મામલે ગૃહપ્રધાનના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસ કરશે ઉગ્ર વિરોધ...

ગુજરાતમાં થયેલા લઠ્ઠાકાંડના પડઘા સમગ્ર દેશમાં ગુંજી ઉઠ્યા છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ વિપક્ષ તરીકે ભાજપ સરકારની નિષ્ફળતા પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે

X

લઠ્ઠાકાંડ મુદ્દે ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણી સરકાર પર પ્રહાર કર્યા હતા.જેને લઇ આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા ગૃહપ્રધાન રાજીનામું આપે તેને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. ગૃહરાજ્યમંત્રીના રાજીનામાની માંગ કરી છે.

ગુજરાતમાં થયેલા લઠ્ઠાકાંડના પડઘા સમગ્ર દેશમાં ગુંજી ઉઠ્યા છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ વિપક્ષ તરીકે ભાજપ સરકારની નિષ્ફળતા પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.રોજિદ ગામમાં આગેવાનો અને સરપંચ દ્વારા અનેકવાર પત્રક લખવા છતાં કેમ કોઈ કાર્યવહી કરવામાં આવી નથી.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ જગદીશ ઠાકોરે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે રોજિદ ગામના જાગૃત સરપંચ અને આગેવાનોએ 25 ફેબ્રુઆરી,4 માર્ચ,9 માર્ચના રોજ ગામમાં દારૂ ખુલ્લે આમ વહેંચાઈ રહ્યો છે તેવો પત્ર ત્યાના PSIને લખ્યો હતો.

જેને તાત્કાલિક દારૂબંધી કરવામાં આવે તે માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.તેમ છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.આ ઉપરાંત ગામના સ્થાનિક વેપારીની દુકાન પર દારૂ પીને આવે અને દુકાનનો સમાન બહાર ફેંકી દેવાતા અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી.તેમ છતાં પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં આવી નહોતી.

દેશના વડાપ્રધાન ગુજરાત પ્રવાસે છે.ત્યારે તેમની પર પણ પ્રહાર કરતા જણાવ્યું હતું કે બે વર્ષ સુધી દૂધને સાચવી શકાય તેવા પ્લાન્ટનું આજે લોકાર્પણ કરો છો.તે સારી બાબત છે.અને આવા વિકાસના કામો આવકાર્ય છે.પણ ચૂંટણી સમયે જ કેમ આવા કામો કરવામા આવે છે.લોકોને ભેગા કરવા અને અન્ય ખર્ચ પાછળ 30 કરોડનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે. તેની જગ્યાએ જે લોકો લઠ્ઠાકાંડમાં ભોગ બન્યા છે તેમના પરિવારને સહાય આપવામાં આવી હોત સારું હતું.

ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણી જણાવ્યું હતું કે PM કહ્યું હતું કે ચિંતા ના કરતા કોઈપણ મુશ્કેલી ઉદભવે તો ભાઈને યાદ કરજો.પણ બરવાળા, બોટાદ બહેનો ભાઈને યાદ કરે છે.પણ ભાઈ હજુ સુધી તે બહેનની ખબર પૂછવા પહોંચ્યા નથી. PM હિંમતનગરમાં જ્યાં પ્રવાસે છે. ત્યાં જ હિંમતનગરના તાલુકા સરોલી અને સાબરમતી કિનારે હાલ પણ દારૂના અડ્ડા ચાલી રહ્યા છે ચાલી રહ્યા છે.આ ઉપરાંત ભાજપ પ્રમુખ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાજપના પ્રમુખ પણ પહેલા બુટલેગર હતા તે ગુજરાતમાં દારૂ બંધ કેવી રીતે કરવી શકે.

Next Story