Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ફરીથી ગુજરાતના દરિયા કિનારે ઝડપાયું ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ, જાણો કેટલા કિલો ડ્રગ્સ ઝડપાયું..?

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન કરીને આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા પાસેથી આશરે 56 કિલો જેટલું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે

X

ભારતમાં નશાના કારોબારના ષડયંત્રનો ફરી એકવાર પર્દાફાશ થયો છે. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન કરીને આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા પાસેથી આશરે 56 કિલો જેટલું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ ઝડપાયેલા ડ્રગ્સની બજાર કિંમત લગભગ 280 કરોડ રૂપિયા છે.ઓપરેશન દરમ્યાન કોસ્ટગાર્ડના જવાનો એ ફાયરિંગ પણ કર્યું હતું જેમાં 3 થી 4 લોકો ઘાયલ પણ થયા છે.

ગુજરાત એ.ટી.એસ. અને કોસ્ટલગાર્ડ દ્વારા ઈન્ટરનેશલ દરિયાઈ સીમમાં એક જોઈન્ટ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. જેમાં પાકિસ્તાનથી મોટા પાયે ડ્રગ્સની ઘૂસણખોરી કરતા પકડી લેવામાં આવ્યા છે. જેમાં ગુજરાત એટીએસ પાસે ચોક્કસ માહિતી હતી કે, પાકિસ્તાનના કરાંચીથી અલહજ નામની બોટ નીકળી છે. જેમાં મોટા પ્રમાણમાં હેરોઇનનો જથ્થો છે. જે બાદ આ માહિતી કોસ્ટગાર્ડને પણ આપવામાં આવી. જેથી એ.ટી.એસ. અને કોસ્ટગાર્ડની ટીમ જણાવેલ સ્થળ પર ગઇકાલ રાતથી પેટ્રોલિંગમાં હતી. ત્યારે પાકિસ્તાની બોટ આવતા તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો.જેમાં સામસામે ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

પાકિસ્તાન સ્થિત મુસ્તુફા નામનો ડ્રગ્સ માફિયા પાકિસ્તાનના બંદરથી પાકિસ્તાની બોટ અલહજમાં હેરોઇન ભરી ગુજરાતના દરિયા કિનારા મારફતે ઉત્તર ભારતમાં મોકલવાનો છે. હાલમાં આ કેસમાં પકડાયેલા પાકિસ્તાની બોટ તથા પાકિસ્તાની ખલાસીઓ તથા પકડવામાં આવેલા હેરોઇન અંગેની વધુ તપાસ એ.ટી.એસ. તથા એનસીબી દ્વારા શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે એ.ટી.એસ. તથા એનસીબી દ્વારા ઉત્તર ભારતના જુદા જુદા રાજ્યોમાં તથા અન્ય રાજ્યોમાં દરોડા પાડવાની કાર્યવાહી અંગે અલગ અલગ ટીમો બનાવી રવાના કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા પણ ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા માટે વધુ એકવાર ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ થયો હતો. ગુજરાત એ.ટી.એસ. અને ડીઆરઆઈએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી કંડલામાથી અંદાજે 3000 કરોડ રૂપિયાના હેરોઈનનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ જથ્થો અફઘાનિસ્તાનથી આવ્યો હોવાની આશંકા હતી.

Next Story