Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : વિદ્યાર્થીઓમાં વધ્યું કોરોના સંક્રમણ, શહેરની 2 શાળાને 10 દિવસ બંધ રાખવા આદેશ...

અમદાવાદની વધુ 2 શાળાના વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતાં વહીવટી તંત્રની ચિંતામાં વધારો થયો છે.

X

અમદાવાદની વધુ 2 શાળાના વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતાં વહીવટી તંત્રની ચિંતામાં વધારો થયો છે. શહેરની મહારાજા અગ્રસેન અને સત્વ વિકાસ સ્કૂલના બાળકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેની જાણ તંત્રને કરાતા બન્ને શાળાને આગામી 10 દિવસ સુધી બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.

દેશ અને દુનિયામાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને દહેશત મચાવી છે, ત્યારે ભારત સહિત અનેક રાજ્યમાં ઓમિક્રોનનો ખતરો જોવા મળી રહ્યો છે. તેમાં ગુજરાત પણ બાકાત રહ્યું નથી. ગુજરાતમાં પણ હવે ઓમિક્રોનના કેસ સામે આવ્યા છે, ત્યારે હવે કોરોનાની ત્રીજી લહેરની જે આશંકા સેવાઈ હતી તે હવે સાચી પડી રહી હોય તેમ લાગી રહ્યું છે.

કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો વધુ સંક્રમિત થશે તેવી આગાહી કરવામાં આવી હતી, ત્યારે તે જોતા હવે શાળાના બાળકો પણ વધુ સંક્રમિત થઈ રહ્યા છે. અમદાવાદની વધુ 2 શાળાઓના બાળકો સંક્રમિત થયા છે. શહેરમાં આવેલી મહારાજા અગ્રસેન અને સત્વ વિકાસ સ્કૂલના બાળકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેની જાણ તંત્રને કરાતા બન્ને શાળાના વર્ગોને 10 દિવસ સુધી બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે, ત્યારે આવી અનેક સ્કૂલોમાં બાળકો પોઝિટિવ થયા છે. તેમ છતાં સરકાર દ્વારા કેમ કોઈ ગંભીર પગલાં લેવાતા નથી તે સવાલ ઊભો થયો છે.

Next Story