Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: હાથીજણ નજીકથી ક્રાઈમ બ્રાન્ચે લાખો રૂપિયના મેફેડ્રોનના જથ્થા સાથે 2 આરોપીની કરી ધરપકડ

હાથીજણ નજીકથી ક્રાઈમ બ્રાન્ચે લાખો રૂપિયના મેફેડ્રોનના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..

અમદાવાદ: હાથીજણ નજીકથી ક્રાઈમ બ્રાન્ચે લાખો રૂપિયના મેફેડ્રોનના જથ્થા સાથે 2 આરોપીની કરી ધરપકડ
X

અમદાવાદના હાથીજણ નજીકથી ક્રાઈમ બ્રાન્ચે લાખો રૂપિયના મેફેડ્રોનના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અમદાવાદના અસલાલી હાથીજણ રોડ પાસેથી બે આરોપી પકડાયા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ હકીકત મળી હતી કે મેફેડ્રોનનો જથ્થો લઈ બે શખ્સો અમદાવાદ આવવાના છે. જેને પગલે પોલીસે વોચ ગોઠવી આ બંને આરોપીઓને 485 ગ્રામથી વધુના એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપી આઝમખાન પઠાણ અને કેફ ખાન પઠાણ પહેલી વખત નહીં અગાઉ પણ અમદાવાદમાં જથ્થો સપ્લાય કરી ચૂક્યા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એ હકીકત પણ સામે આવી છે કે, આ એમડી ડ્રગ્સ ખૂબ જ પ્યોરિટી ધરાવતું ડ્રગ્સ હતું. જેમાં મિશ્રણ કરી આઝમખાન અને કેફ ખાન વધુ ડ્રગ્સનો જથ્થો બનાવીને અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં છૂટક વેચતા હતા. હાલમાં પોલીસે પકડેલ આ ડ્રગ્સના જથ્થાની અંદાજિત કિંમત 49 લાખ 58 હજાર જેટલી થાય છે. ત્યારે આ ડ્રગ્સનો જથ્થો ઉત્તર પ્રદેશના આઝાદ નામના શખ્સ પાસેથી લાવ્યો હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. પકડાયેલા બંને આરોપીઓ ઉત્તર પ્રદેશના જોનપુર ખાતેથી ટ્રેન મારફતે આ ડ્રગ્સ લઈને આવ્યા હતા.

Next Story