/connect-gujarat/media/post_banners/a5571ddcb2a15b891566150a303583d6a8e61fce1a0a6d0269b21c92e4dcf2dd.jpg)
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચોરીની ત્રણ રીક્ષા સાથે બે ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદમાં સી.એન.જી રીક્ષા ચોરીના બનાવ વધતા જતા હતા. તેને ધ્યાન રાખીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એવા ચોર કે જે જેલમાંથી બહાર આવેલા છે તેમની પર વોચ રાખી તપાસ શરૂ કરી હતી. જેમાં બે આરોપી વાહન ચોરીમાં પકડાયેલા ઈસમ મહેન્દ્ર મનોજભાઈ દરજી અને ચિરાગ મનોજભાઈ દરજી જે તેના મિત્ર સાથે મળીને શહેરમાં સી.એન.જી ઓટો રીક્ષાની ચોરી કરતો હતો. આઓપી સી.એન.જી ઓટો રીક્ષા જે GJ 01-TF - 9339 નંબરની ઓટો રીક્ષા ચોરી કરીને છારોડી ગામથી વૈષ્ણોદેવી સર્કલ બાજુ આવી રહ્યા હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચના અધિકારી સાથે વોચ ગોઠવીને ધરપકડ કરવામાં આવી હતી.
આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, પોતે અને તેના મિત્ર સાથે મળીને રાત્રે બે થી અઢીની વચ્ચે કનોડિયા ચાલીના નાકા આગળ માધુપુરા ખાતે કરી કરી હતી. આ અગાઉ શાહીબાગ-01, આનંદનગર -03, બાપુનગર-01, સેટેલાઈટ-01, મેઘાણીનગરમાં-03, વાડજ-02, કાગડાપીઠ-01, સાબરમતી-01, સોલા-01, શહેરકોટડા 01 મળીને કુલ 16 ચોરીના કેસમાં પકડાયેલા છે. જેમાં અગાઉ એક વાર પણ પાસાની સજા ભોગવી ચૂક્યો છે.