Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : મુંબઈથી લવાયેલા MD ડ્રગ્સના જથ્થા સાથે 2 શખ્સોની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મુંબઈથી બારેજા તરફ જેતલપુર ગામ નજીકથી લઇ જવાતા MD ડ્રગ્સના જથ્થા સાથે 2 ઈસમોની ધરપકડ

X

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મુંબઈથી બારેજા તરફ જેતલપુર ગામ નજીકથી લઇ જવાતા આશરે રૂપિયા 7 લાખની કિંમતના MD ડ્રગ્સના જથ્થા સાથે 2 ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ શહેરમાં ચોરીછુપી નશીલા પદાર્થોનું વેચાણ કરતા ઈસમોને ઝડપી પાડવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમવીરસિંહ તથા નાયબ કમિશનર ચેતન્ય આર. મડલિકએ ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપી હતી. જેના આધારે પોલીસ ઇન્સ્પેકટર એચ.એમ.વ્યાસ અને એ.વાય.બલોચની આગેવાની હેઠળ અલગ અલગ ટીમો બનાવી નશીલા પદાર્થો વહેંચનાર ઈસમોને શોધી કાઢવા પ્રયત્નો હાથ ધર્યા હતા, જ્યારે કે.એમ.ચાવડા અને હેડ કોન્સ્ટેબલ અબ્દુલ વાહીદખાનને બાતમી મળી હતી કે, મુંબઈથી આશરે કિંમત રૂપિયા 7 લાખ જેટલો MD ડ્રગ્સ MH 01-VA-3843 નામની હોન્ડા સિટી કારમાં અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જેતલપુર ગામ નજીક વોચ ગોઠવી મુદ્દામાલ સાથે મુંબઈના રહેવાસી યાકુબ ઇસ્માઇલખાન પલાસર અને અમદાવાદના રહેવાસી મોહમ્મદ સાદિક ઉર્ફે સજ્જુ મોહંમદ રફીક પઠાણને મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે બન્ને શખ્સો પાસેથી મોબાઈ ફોન, રોકડ રકમ, પાનકાર્ડ, સુઝુકી બર્ગમેન ટુ-વ્હીલર, સફેદ કાગળ, સેલોટેપ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story