અમદાવાદ : વાહનની ડુપ્લિકેટ RC બુકના કૌભાંડનો પર્દાફાશ, ક્રાઇમ બ્રાન્ચે કરી 2 આરોપીની ધરપકડ.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ફોર વ્હીલર અને ટુ-વ્હીલરની ડુપ્લિકેટ આરસી બુક બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

New Update
અમદાવાદ : વાહનની ડુપ્લિકેટ RC બુકના કૌભાંડનો પર્દાફાશ, ક્રાઇમ બ્રાન્ચે કરી 2 આરોપીની ધરપકડ.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ફોર વ્હીલર અને ટુ-વ્હીલરની ડુપ્લિકેટ આરસી બુક બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સુભાષબ્રિજ આરટીઓ સર્કલ નજીકથી પોલીસે 8 બનાવટી આરસી બુક સાથે 2 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાંચના PSIને બાતમીના આધારે સુભાષબ્રિજ આરટીઓ સર્કલ પાસેથી ક્રાઈમ બ્રાંચની ટીમે ઈમરાન ઈસ્માઇલ સૈયદ અને મોહંમદ અલી ઈબ્ને હુસેન બુખારીની અટકાયત કરી હતી, ત્યારે બન્નેની તપાસ કરતા તેમની પાસેથી ગવર્નમેન્ટ ઓફ ગુજરાતના માર્કાવાળી 8 જેટલી બનાવટી આરસી બુક મળી આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ કરતાં બન્નેએ કબૂલાત કરી હતી કે, ડીલરોએ બેંક પાસેથી હરાજી દ્વારા મેળવેલા વાહનો કે, જેની આરસી બુક કસ્ટમર, બેન્ક કે ફાઇનાન્સ કંપની તરફથી મળી શકતી ન હોય જેથી મૂળ માલિક એટલે કે, જેની પાસે બેન્ક કે, ફાઇનાન્સ કંપનીએ જે વાહન જમા લીધેલ હોય તે નામની ડુપ્લિકેટ આરસી બુક બનાવી આપતા હતા. ડીલરો આવા પ્રકારના વાહનોના રજીસ્ટ્રેશન નંબર, એન્જિન નંબર, ચેસીસ નંબર સહિતની માહિતી ઈમરાન સૈયદને આપતા હતા. ઈમરાન સૈયદ પાસે અગાઉથી રાખી મુકેલ જુદા જુદા કસ્ટમરના વાહનની એચપી કેન્સલ કરાવવા માટે આપી ગયા હોય તેનો જ ઉપયોગ કરીને આરસી બુકના જૂના ડેટાની માહિતી અન્ય આરોપી મોહંમદ અલી આપતો હતો. આ સાથે જ આરોપીઓ ડીલર, અન્ય કોઈ વ્યક્તિ કે, એજન્ટ દ્વારા તેને જે વ્યકિતને વાહન વેચવાનું હોય તેના નામે ટ્રાન્સફરની કાર્યવાહી કરતા હતા. આ સિવાય લોન ભરપાઈ ન થઈ હોય અનેજ વાહનોની ડુપ્લિકેટ આરસીબુક પણ તેઓએ બનાવી હોવાની કબૂલાત કરી હતી.

Latest Stories